________________
179
વશિષ્ઠ કહે છે કે બ્રહ્મા તે કર્કટી રાક્ષસી પાસે આવ્યા અને આકાશમાંથી બોલ્યા કે-હે, પુત્રી તું વરદાન માગ. પણ તે સૂચી (કર્કટી) રાક્ષસી ને કર્મેન્દ્રિયો નહિ હોવાથી માત્ર “જીવ-માત્રે” તે રહેલી હતી. વળી, તેને પરમ જ્ઞાન પણ પ્રાપ્તથયું હતું, તેથી બ્રહ્માને કંઈ પણ ઉત્તર આપ્યા વિના તે વિચારવા લાગી કે
“(પરમ જ્ઞાન પ્રાપ્ત થયેલું હોવાથી હું પૂર્ણ છું તથા સંદેહ રહિત છું,માટે વરદાન ને શું કરું? હવે શાંત-પણાથી હું સુખી રહેલી છું,મેં જાણવાની વસ્તુ-માત્રને જાણી લીધી છે.ને મારા વિવેક નો વિકાસ થયો છે, એટલે હવે બીજું શું પ્રયોજન રહ્યું? જે પ્રમાણે હમણાંની મારી પરિસ્થિતિ છે તે જ પ્રમાણે રહે તો સારું જ છે.પરમાર્થ રૂપ સત્ય નો ત્યાગ કરીને બીજા મિથ્યા અર્થ સંપાદન કરવામાં શું ફળ છે?”
કર્મેન્દ્રિયો થી રહિત અને મૌન રહેલી તે તાપસી અને પ્રસન્ન બુદ્ધિવાળી રાક્ષસીને બ્રહ્માએ ફરીથી કહ્યું કેહે પુત્રી તું વરદાન માગતું ભૂતળમાં કેટલાક કાળ સુધી ભોગ ભોગવ્યા પછી,પરમ-પદ ને પામીશ એવો પરમ-નિયંતા નો નિશ્ચય છે, તે નિયતિને મટાડવા અમે પણ સમર્થ નથી. આવા મહા-તપને લીધે તારા મનનો મનોરથ પૂર્ણ થાઓ.તારા શરીરની પાછી અભિવૃદ્ધિ થાઓ.અને તું હિમાલય ના વનમાં રાક્ષસી નું તારું મૂળ સ્વરૂપ ને પ્રાપ્ત થા. હે, પુત્રી,બીજ ની અંદર રહેલા વૃક્ષ-પણાને જેમ બહારના મોટા વૃક્ષોનો વિયોગ થાય છે, તેમ હાલ, સૂક્ષ્મ રહેલી એવી તેને તારા પૂર્વ શરીરનો વિયોગ થયો છે, તે શરીરનો તને પાછો સંયોગ થશે.
જાણવાની વસ્તુનું તને જ્ઞાન થયું છે, અને તારું અંતઃકરણ શુદ્ધ છે, તેથી તું હવે લોકો ને પીડા કરીશ નહિ, ને નિરંતર “ધ્યાન અને ધારણા” માં તારી પ્રીતિ રહેશે.અને સર્વત્ર “આત્મ-સ્વ-રૂપ” ની દૃષ્ટિ રહેશે. તું વ્યવહારની દ્રષ્ટિથી “ધ્યાન અને ધારણા”ના આધારભૂત રહીશ અને વાયુના સ્વભાવથી તું તારા શરીર ને ચેષ્ટાયુક્ત ક્રિયાશીલ) કરીશ. હે, પુત્રી,તે સમયમાં તે પોતાના જાતિ-સ્વભાવ (રાક્ષસી) ને ઉચિત અશાસ્ત્રીય હિંસાની વિરોધીની થઈશ અને સુધાની શાંતિ કરવા સારૂ ન્યાયથી (ન્યાય કરવા માટે લોકોની હિંસા કરીશ.લોકોમાં તું ન્યાય-વૃત્તિ થી અન્યાય નો બાધ કરીશ.અને જીવન- મુક્તપણા નું વિવેકથી પાલન કરીશ. આ પ્રમાણે આકાશમાંથી વરદાન આપીને બ્રહ્મા ત્યાંથી ચાલ્યા ગયા.
ત્યાર પછી રાક્ષસીએ વિચાર કર્યો કે “બ્રહ્મા ના કહેવા પ્રમાણે થવામાં મારે કોઈ વિરોધ નથી તો પછી, શા માટે તેમના વરદાન મુજબ ના થવું” એટલે તે રાક્ષસી પૂર્વના શરીરના આકાર જેવી થવા માંડી.તેનું સૂચી (સોય) જેવડું સ્વરૂપ હતું તેમાંથી તે પ્રથમ પ્રાદેશ (અંગુઠો અને તર્જની વચ્ચેનું અંતર) જેવડી થઇ,પછી હાથ જેવડી થઇ,પછી વૃક્ષ ની શાખા જેવડી થઇ,અને પછી તો તે “અભૂ-માળા” (આકાશનાં વાદળો) જેવી ખૂબ મોટી થઇ ગઈ. પૂર્વે બીજ-રૂપે અદ્રશ્ય રહેલાં તેનાં અવિકળ શક્તિ-વાળાં ગાત્રો પાછાં દેહમાંથી ઉત્પન્ન થયાં. તેમ જ તેની ઇન્દ્રિયો અને તેના સ્થાનકો પણ ઉત્પન્ન થયાં.
(૭૬) કર્કટી નું તપમાંથી નિવૃત્ત થવું અને ભીલના દેશમાં જવું.
વર્ષાઋતુની મેઘલેખા જેમ સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય છે તેમ તે સૂચી રાક્ષસી (કર્કટી) સૂક્ષ્મમાંથી ધૂળ થઇ. ત્યાર પછી “આત્મ-ભૂત-બ્રહ્માકાશ'નું ધ્યાન ધરવાથી તેને આનંદ થયો અને બોધ (જ્ઞાન) થવાથી, જેમ સાપ કાંચળીનો ત્યાગ કરે તેમ તેણે રાક્ષસ ભાવનો ત્યાગ કર્યો.પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી, દેહનો “ભાવ” શાંત થતો નથી,એટલે જયારે તે સમાધિમાંથી જાગી ત્યારે તેણે સુધા ઉત્પન્ન થઇ.
ભૂખ લાગવાથી તેણે વિચાર કર્યો કે-હવે મારે શેનો આહાર કરવો?કોઈ પણ પ્રાણીને અન્યાયથી મારીને,