________________
177
ઠરીને બેસવાનું મારે કોઈ સ્થળ નથી, તેથી હું વનનાં પાંદડાં ની જેમ ચારે બાજુ ભમ્યા કરું છું. હું અતિ આપત્તિ માં આવી પડી છું,હવે હું મોત માગું છું, પણ તે ય મને માણ્યે-મળતું નથી. જેમ હાથમાં આવેલ ચિંતામણિ ને કોઈ કાચ નો ટૂકડો સમજીને ફેંકી દે,તેમ,મેં મૂઢ-બુદ્ધિ થી મારા પ્રથમના દેહનો ત્યાગ કર્યો! મારા દુઃખ ની પરંપરા નો કોઈ પાર નથી,બીજાને પીડનારી પણ બીજાના સંચારથી ચાલનારી હું પરવશતા ને કારણે પરમ કૃપણતા પામેલી છું.મને ઉદર (પેટ) નહિ હોવાથી, મારાથી સ્વાદ કે કોળિયો લઇ શકાતો નથી.હું હીન-ભાગ્ય-વાળી છું.
જેમ ભૂતની શાંતિ કરતાં તે શાંતિથી-વાળી પછી ભૂતની જ ઉત્પત્તિ થાય છે, તેમ તપ કરવાથી મારા જ નાશ નો ઉદય થયો છે.હાય મેં મંદ-બુદ્ધિથી,મારા પ્રથમના મોટા શરીર નો કેમ ત્યાગ કર્યો? પણ એ તો જયારે નાશ થવાનો હોય ત્યારે જ અવળું મતિ સુઝે ને?!! કીડી કરતાં પણ મારું શરીર સૂક્ષ્મ છે, માટે માર્ગ ના ધૂળના ઢગલામાં હું ડૂબી જઈશ તો મારો ઉદ્ધાર કોણ કરશે?હું અજ્ઞાનરૂપી સમુદ્રમાં પડી છું,મારો અભ્યદય થાય જ ક્યાંથી? મારે ક્યાં સુધી આ ખાડામાં પડી રહેવું પડશે?તે હું જાણતી નથી!! મારો મોટો દેહ ક્યારે થશે?
(૭૨) કર્કટીએ પુનઃ તપ કર્યું અને ઇન્દ્ર ને આશ્ચર્ય થયું
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,સૂચી (સોય) રૂપે થયેલી તે રાક્ષસીએ તે પછી પોતાનો પ્રથમનો દેહ પાછો મેળવવા “હું ફરી તપ કરું” એવો વિચાર કર્યો અને વાણીને નિયમમાં રાખીને સ્થિર-પણા થી તપ કરવાનો દૃઢ નિશ્ચય કર્યો. મનુષ્યો ને મારવાના જે વિચારો તેના મનમાં હતા તે વિચારોનો ત્યાગ કરી ને તેને તપ કરવા સારું હિમાલય પર્વત તરફ પ્રયાણ કર્યું.
પ્રથમ તે રાક્ષસીએ પોતાના આત્મામાં મન થી કલ્પિત સૂચી-પણું જોયું, ત્યાર પછી પ્રાણવાયુ-રૂપ તે જીવ-સૂચી-એ પ્રાણ સાથે પ્રવેશ કર્યો અને તે પ્રાણવાયુ-રૂપ શરીર થી તે તપ કરવા ચાલી. એક પગ પર ઉભા રહી તેણે હજાર વર્ષ તપ કર્યું, ત્યારે તેની સંસારની ફુરણા-માત્ર નિવૃત્ત થઇ, તેથી પરમાત્મા નો વિચાર કરતાં તેનું મન નિર્મળ થયું,અને તેના જ્ઞાનનો ઉદય થયો.
જ્ઞાનનો ઉદય થવાથી તેને “કાર્ય-કારણ” ની ખબર પડવા માંડી અને તેને પરમ પવિત્ર-પણું પ્રાપ્ત થયું. તપ કરવાથી તેના પાપનો નાશ થયો અને તેથી તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું.તે પોતે જ આત્મ-બુદ્ધિથી. બ્રહ્મ-જ્ઞાની થઇ.અને પોતાના સુખ ને સૂચવનારી થઇ. સાત લોક ને સંતાપ કરે તેવું દારુણ તપ તેણે સાતહાજર વર્ષ સુધી કર્યું. તેના ઉગ્ર તપ ના તાપને લીધે. પર્વત પણ બળવા માંડ્યો અને તેથી આખું જગત તપતું હોય એમ જણાવા લાગ્યું.
આ જોઈને ઇન્દ્ર ને આશ્ચર્ય થયું અને તેણે નારદ-મુનિ ને પૂછ્યું-કોના તાપને લીધે આ જગતનો પરાભવ થાય છે?ત્યારે નારદ-મુનિએ રાક્ષસીના તપની વાત કરી. અને કહ્યું કેઆ રાક્ષસી ના તપ થી સમુદ્ર અને મેઘ સુકાઈ જાય છે અને સૂર્ય પણ દિશાઓ સાથે મલિન થઇ જાય છે.
(૭૩) વાય-દેવતાએ કર્કટી રાક્ષસી ની શોધ કરી
વશિષ્ઠ કહે છે કે-કર્કટી ની વાત સાંભળી ઇન્દ્ર કુતુહલ પામ્યો અને તેણે નારદજીને પૂછ્યુંકે-તે રાક્ષસીએ તપ કરીને પિશાચની વૃત્તિ વાળું સૂચી-પણું મેળવીને કેવાં વૈભવ ભોગવ્યા તે કહો.
ત્યારે નારદજીએ રાક્ષસી ના સૂચી (સોય) ના શરીર થી ભોગવેલા વૈભવ નું વર્ણન કરી ને કહ્યું કેહેઇન્દ્રાપિશાચ-પણા ને પામેલ તે રાક્ષસી (જીવ-સૂચી) ને પ્રથમ કાળા લોઢાની સોયનો આશ્રય હતો,