________________
જેમ,મદોન્મત બળદ –એ અરણ્યમાં પોતાના શિંગડાથી ટીંબા ખોદી નાખે છે,તેમ તે રાક્ષસી – અનેક પ્રકારના તાપથી તપતાં મનુષ્યોના દેહ-રૂપી અરણ્યમાં તે બળદ ની જેમ રહે છે, તંતુ (દોરો) પરોવેલી તે સૂચિકા (સોય) —જયારે-સીવીસીવી ને થાકી જાય છે,ત્યારે આરામને માટેતે હાથમાંથી પડી જઈને લૂગડાં માં સંતાઈને રહે છે.
તે સૂચિકા (સોય) ક્રૂર તથા કઠિન છતાં-મનુષ્યના હાથમાં વાગતી નથી,તેથી લોકો તેનો ત્યાગ કરતાં નથી, કારણકે –જો કોઈ મનુષ્ય તીક્ષ્ણ હોય પણ પોતાની તીક્ષ્ણતા બહાર બતાવે નહિ (દામ્ભિકતા) તો લોકો તેનો ત્યાગ કરે નહિ.
આ પ્રમાણે તે “આયસી સૂચિકા” (લોઢા જેવી છતાં જીવ સહિત) એ “જીવ-સૂચી” સહિત, ચારે બાજુ ફરવા માંડ્યું.જેવી રીતે પવન ની સત્તાથી ફોતરાં ચારે બાજુ ઉડે છે,તેવી રીતે,તે સૂચીએ પોતાની અંતઃકરણ ની સત્તાથી ચારે બાજુ ફરવા માંડ્યું.
તે રાક્ષસીએ તપ કરવા સમયે બીજાઓનો વધ કરીને પોતાનું પેટ ભરવામાં આનંદ માન્યો હતો, માટે તેનું સોય નું રૂપ થવાથી કેટલાક લોકોએ,જાણે,તેનો (તે રાક્ષસીનો) વધ કરવાની ઇચ્છાથી,તેના મુખ માં દોરો પરોવી (સોયમાં દોરો પરોવીએ છીએ તેમ) તેને અટકાવી હોય તેવું પણ નિશ્ચળ થાય છે.
જેમ,અતિ ક્રૂર અંતઃકરણવાળો મનુષ્ય પણ અતિ-દરિદ્ર મનુષ્ય નું દયાથી પોષણ કરે છે,તે નિઃ સંશય વાત છે, તેમ,તે સૂચી (સોય-રૂપ રાક્ષસી) ક્રૂર છે,તો પણ,દરિદ્ર-રૂપે રહેલાં જુનાં ફાટેલાં લૂગડાંને સાંધીને તેનું પોષણ કરે છે.આ પ્રમાણે તે રાક્ષસી બીજાનું પોષણ કરે છે,પણ પોતાના પેટ નું પોષણ કરી શકતી નથી, કારણ કે-તપ કરવાથી તેનું હૃદય –તંતુ પણ પેસી ના શકે તેવું-છિદ્ર રહિત થયું છે
આમ,પોતાના ઉદરનું પોષણ ના થવાથી,પોતાને પ્રાપ્ત થયેલા સૂચી-રૂપ ને માટે તે રાક્ષસી ને ખેદ થવા લાગ્યો.તો પણ,પોતાના રાક્ષસી સ્વભાવ થી,જયારે તે (કોઈને) વીંધવાના કામમાં જોડાય તો તે નદીના પ્રવાહ ની જેમ ઉતાવળ થી તેનું વેધન કરે છે. (તેને વેધી નાખે છે)
જેમ,ચોર જેવા દુષ્ટ લોકો બીજાને દુઃખ આપતી વખતે પોતાનું મોઢું સંતાડે છે,તેમ,તે સોય,વસ્ત્રમાં વેધન કરતી વખતે પોતાનું મુખ વસ્ત્ર થી જ ઢાંકતી-ઢાંકતી આગળ ચાલી જાય છે.
જેમ,મૂર્ખ મનુષ્ય એ ગુણવાન કે દોષવાન મનુષ્ય સાથે એક સરખી રીતે વર્તે છે,તેમ, તે સોય સુતરાઉ કે રેશમી લૂગડાં માં એક-સરખી રીતે જ વેધન કરે છે.
મોટા દોરાને ધારણ કરનારી, પણ,અંગુઠા અને આંગળી ની વચ્ચે રહી રહી ને પીડા પામેલી તે સોય, તે મોટો દોરો પોતાના હૃદયમાં ના સમાવવાથી,જાણે આંતરડું ઓકી કાઢતી હોય તેમ જણાય છે. દોરો પરોવેલી તે સોય,તીક્ષ્ણ છે પણ તેનું હૃદય શૂન્ય છે,આથી તેને રસના સ્વાદની ગમ (ખબર) નથી. જેને પરિણામે તે રસવાળા અને રસ વિનાના પદાર્થોમાં રાક્ષસ સ્વભાવે(સ્વભાવના કારણે)જ પ્રવેશ કરે છે.
એ સૂચી (રાક્ષસી) “દુર્ભાગી રાજ-પુત્રી” જેવી છે.
એ કઠોર બોલતી નથી,છતાં એ દોરાથી મુખમાં નથાયેલી છે.તે તીક્ષ્ણ છે છતાં પોતે જ પોતાનાથી સંતાપ કરે છે.તે વીંધ(રંધ્ર)-વાળી છે,છતાં તે હૃદય-રૂપી છે એટલે રંઘ વિનાની પણ છે.
ક્રૂર બુદ્ધિવાળી તે રાક્ષસી વિના અપરાધે લોકો ને મારવા ઈચ્છે છે,એટલે તે પાપને લીધે,તે,પોતાની બુદ્ધિથી જ સૂત્ર (દોરા) માં પરોવાઈને પોતાના પાપ-રૂપી પાશ માં લટકી રહી છે.
કોઈ સમયે તે સોય લુહાર ની પાસે આવે અને લુહાર તેને તપાવવા અગ્નિમાં નાખેતો તે વખતે ધમણની ફૂંક થી તે ઉંચે ચડીને પલાયન થઇ જાય છે.
175