________________
174
આવી રીતે પ્રાણી-માત્રને ગળી જવાની ઈચ્છાવાળી તે “જીવ-વિશુચિકા” આકાશ-રૂપ નિરાકાર અને આકાશ ની પેઠે સૂક્ષ્મ-લિંગ-શરીર વાળી થઇ હતી.તેજ ના સૂક્ષ્મ પ્રવાહ ની જેવી તેની કાંતિ હતી, તે “પ્રાણ-તંતુ-રૂપ” હતી અને “કુંડલીની શક્તિ" જેવો તેનો આકાર હતો. સૂર્ય ના કિરણ જેવી (પ્રકાશ-મય) તે સુંદર હતી, એટલા માટે,એ રાક્ષસી ની “ક્રૂર-મનોવૃત્તિ” જ જીવ-વિશુચિકા” રૂપે રહેલી છે.પુષ્પ ના ગંધ ની પેઠે-તે “જીવ-સૂચી” પ્રાણીના હૃદયમાં પ્રવેશ કરે છે, અને પ્રાણી ની “હિંસા” (મરણ) થવાના “કારણ-રૂપે” (રોગો) પ્રગટ રહે છે. તે પારકા પ્રાણ હરણ કરીને પોતાનો પરમ-અર્થ પુરો કરવામાં પારાયણ (મગ્ન) રહે છે,
આમ તે રાક્ષસી આયસી (લોઢા જેવી) અને અનાયસી (રોગ-રૂપી જીવ-રૂપે) સૂચી(સોય)રૂપ થઇ. હવે તે ઝાકળના જેવી પાતળી (અનાયસી) અને ચાંદીના જેવી કોમળ (આયસી)-તે રાક્ષસીએ “બે પ્રકારના-સૂક્ષ્મ-સ્વ-રૂપ” થી મનુષ્ય ના શરીરમાં પ્રવેશ કરીને શરીર ને વીંધતાં દશે દિશામાં ફરવા માંડ્યું. અને આમ જયારે તેણે દશે દિશામાં ફરવા માંડ્યું
રોગથી પરવશ થયેલા,સ્થળ અને દુબળા મનુષ્યોના શરીરમાં પ્રવેશ કરીને તે રાક્ષસી “વાત-સૂચી" (વાયુ-રૂપ-સૂચી) થઇ.અને તેણે “વિશુચિકા” (કોલેરા-જેવો?) નો રોગ ઉત્પન્ન કરવા માંડ્યો. તે કોઈ સમયે સ્વસ્થ અને સુબુદ્ધિવાળા મનુષ્યોના શરીરમાં “જીવ-સૂચી-પણા” થી પ્રવેશ કરીને, તેમનામાં તે “અંત-વિશુચિકા” (દુષ્ટ-બુદ્ધિ) ઉત્પન્ન કરીને તેમનો અંત લાવતી હતી. આમ, દુષ્ટ-બુદ્ધિ વાળા મનુષ્યોના શરીરમાં રહીને તે રાક્ષસી કદી તૃપ્ત થતી તોકદી પુણ્યવાન મનુષ્યો તેને “મંત્ર,ઔષધિ,તપ” વગેરે ના ક્રમ થી તેને કાઢી પણ મૂકતાં હતાં.
આ પ્રમાણે “બે-દેહ થી” (આયસી અને અનાયસી) આકાશમાં અને પૃથ્વી પર ફરતાં ફરતાં તેનાં ઘણાં વર્ષો ચાલ્યાં ગયાં.તે રાક્ષસી --કોઈ સમયે પૃથ્વીમાં ધૂળમાં સંતાઈ રહેતી,તો --કોઈ સમયે,હાથની આંગળીઓમાં સંતાઈ રહેતી. --કોઈ સમયે આકાશની પ્રજામાં સંતાઈ રહેતી તો --કોઈ સમયે વસ્ત્રના તંતુમાં સંતાઈ રહેતી. --કોઈ સમયે સ્નાયુ-રૂપી નદીમાં,કોઈ સમયે વ્યભિચાર થી દૂષિત થયેલી ઇન્દ્રિયમાં, --કોઈ સમયે મનુષ્યના હાથ-પગ ની સુકાઈ ગયેલી રેખાઓમાં,--કોઈ સમયે કાંતિહીન મનુષ્યોના ઉચ્છવાસ ઉપડાવી તેમાં,--કોઈ સમયે બણબણતી માંખ વાળા,દુષ્ટ (ગંધ) વાયુવાળા (બીલી-આંબા-વગેરે વૃક્ષો વિનાના સ્થળમાં) તો-- કોઈ સમયે એવા દેશમાં સંતાઈ રહે કે-કે જે દેશમાં સ્થળ પશુ અને મનુષ્યોનાં હાડકાં પડ્યાં હોય.(કે જેમાં નિરંતર આત્મનિષ્ઠ અને પરપીડ ને હરનારાનો અભાવ હોય જેમાં અપવિત્ર મનુષ્યો ભંડાં વસ્ત્રો પહેરીને ધૂમતાં હોય!!)
તે સૂચી (સોય)-રપ (કર્કટી) રાક્ષસી--કોઈ વખતે તે મધમાખી,કાગડા કે કોયલ ને રહેવાના ઝાડના પોલાણમાં તથા પૂંઠામાં સંતાઈને રહે છે, --કોઈ સમયે માયા-રૂપી વાદળાં ની લેખમાં સંતાઈને રહે છે--કોઈ સમયે-ફાટી ગયેલ આંગળીઓ ના વ્રણ (ઘા) ના ખાડામાં સંતાઈને રહે છે,--કોઈ સમયે તે ઝાકળના બિંદુમાં સંતાઈ રહે છે, -કોઈ સમયે રાફડા માં લપાઈને રહે છે—કોઈ સમયે ઝાંઝવાના જળ થી ઝગમગતા મરુદેશ માં રહે છે, --કોઈ સમયે વાઘ-અજગર જેમાં રહે છે તેવા કઠોર અરણ્ય માં રહે છે, --કોઈ વખત ગંધાતા પાણીના ખાબોચિયામાં રહે છે,--કોઈ વખત નદીના શીતળ સ્થાનકમાં રહે છે, --કોઈ વખત વિચિત્ર વસ્ત્ર થી શોભતાં નગરમાં જઈને રહે છે, --કોઈ સમયે જવા-આવવાના અતિ પરિશ્રમ થી થાકી જાય છે, --કોઈ સમયે તે નગર તથા ગામડામાં રહેલાં સુત્ર(કપડાં)તથા પાત્રમાં ભરાઈ રહે છે.