________________
169
આત્મા શુદ્ધ -નિત્ય તથા શાંત છે.ને તે ચિત્ત-રૂપી સ્વપ્ન ના વિભ્રમ ને જોતો હોય એમ જણાય છે. (૧) જાગ્રત-અવસ્થા એ જ સંસ્કૃતિ છે,(૨) અહંકાર એ સ્વપ્ન છે, (૩) ચિત્ત સુષુપ્તિ છે અને (૪) ચૈતન્ય એ ચોથું (સૂર્ય) સ્થાનક છે,
આમ જીવ (પ્રત્યગાત્મા) જયારે અત્યંત શુદ્ધ ચૈતન્ય માત્ર ને પામે-એટલે તે "તુર્યાતીત પદ" કહેવાય. એ પદમાં રહેનારો ફરીથી શોકવાન થતો નથી. જેવી રીતે પૃથ્વી પર રહેલાં ઝાડ ઊંચાં વધે છે, તેની ઉન્નતિ નું કારણ આકાશ છે (ઉન્નતિ-કર્તા નહિ) કારણકે-આકાશ એ ઝાડ ને ઊંચું થતાં રોકતું નથી, તેવી રીતે આત્મા એ માયાથી થયેલા સર્ગ ને રોકતો નથી. તેથી તેને "કર્તા" નો આરોપ થાય છે. પણ વસ્તુતઃ (સત્યમાં) આકાશ જેમ વૃક્ષ નું ઉન્નતિ -કર્તા નથી, તેમ આત્મા એ જગત-કર્તા નથી.
જેમ શુદ્ધ અરીસામાં પાસે રહેલા પદાર્થ નું પ્રતિબિંબ પડે છે, તેવી રીતે આત્મા ના સંવેદન થી, જગત પ્રતિબિંબ-રૂપે જણાય છે. જેમ,વૃક્ષ ના બીજમાં થી અંકુર,પાન અને ફળ થાય છે તેમ,ચૈતન્ય-રૂપી બીજમાંથી, ચિત્ત-જીવ અને મન ની કલ્પના થી જગત ઉત્પન્ન થાય છે. વાસનાથી વાસિત-ચિત્ત એ ચૈતન્ય ને લીધે ચિત્ત અને સર્ગ રૂપે ઉત્પન્ન થાય છે.
બીજમાં બીજ અને વૃક્ષ બંને રહેલ છે, તેનું જ્ઞાન તેને હોય કે નહોય પણ તેમાંથી વૃક્ષ ઉત્પન્ન થાય છે. પણ,જેવો આ વૃક્ષ અને બીજ નો ભેદ છે-તેવો (ચિત્ત-રૂપે થયેલ) જગત ને બ્રહ્મ માં ભેદ નથી. કારણકે બીજ અને વૃક્ષ ના જ્ઞાન-માત્ર થી તેના અખંડિત-રૂપ નું ભાન થતું નથી, પણ બ્રહ્મ ના જ્ઞાન (બોધ) માત્રથી જ-જેમ દીવો કરવાથી,પદાર્થના રૂપ વગેરેનું સંપૂર્ણ જ્ઞાન થાય છે, તેમ (બ્રહ્મના જ્ઞાનથી) અખંડ સ્વરૂપનું જ્ઞાન થાય છે.
જેમ પૃથ્વીમાં જેમ જેમ ખોદવામાં આવે તેમ તેમ તે ખોદેલા ભાગમાં આકાશ થતું (ભરાતું) જાય છે - તેમ અવિદ્યા(અજ્ઞાન) જેવો જેવો વિચાર કરે છે, તેવો તેવો અધિષ્ઠાન ની સત્તા થી અનુભવ થાય છે. જેમ,શુદ્ધ સ્ફટિક માં પડેલા પ્રતિબિંબ ના કારણે જેમ અજ્ઞાનને કારણે,વન-વગેરે જોવામાં આવે છે, તે પ્રમાણે શુદ્ધ બ્રહ્મ-માં -એ અનેક પ્રકારના જગત ના જેવું જોવામાં આવે છે.
રામ કહે છે કે અહો,એ આશ્ચર્ય છે કે જગત અસત છતાં સત જણાય છે. હે પ્રભુ,બ્રહ્મ માંથી આત્મા (જીવ) કઈ રીતે પેદા થાય છે તે-ફરીથી કહો.
વશિષ્ઠ કહે છે કે-ભૂત એ કોઈ અંગ-રહિત (અંગ-કે શરીર વગરનું) હોવા છતાં બાળકના મનમાં જે રીતે (કલ્પિત) અંગ-વાળા ભૂત નો ઉદય થાય છે, તેમ - બ્રહ્મ માં જીવ-પણું એ અસંભવ છે,તથા પૂર્વે તેનો (જીવ-પણાનો) અનુભવ નથી તો પણ પૂર્વે અનુભવ થયો હોય-તેવી રીતે બ્રહ્મમાં જીવ-પણા નો ઉદય થાય છે.
બ્રહ્મ માં જ "બ્રહ્મ-રૂપ-શક્તિ" રહેલી છે, તે પ્રમાણ અને પ્રમેય-રૂપ છે.શુદ્ધ છે, સત્ય છે છતાં અસત્ય-રૂપે જણાય છે. તથા અભિન્ન હોવા છતાં તે ભિન્ન દેખાય છે. જેવી રીતે બ્રહ્મના વિચાર (એક માંથી અનેક થવાની ઈચ્છા) થી જીવ પેદા થાય છે, તેવી રીતે મનના ધર્મથી તે જીવ મન-રૂપે થાય છે.ત્યાર પછી શબ્દ-સ્પ-રૂપ-રસ અને ગંધ-રૂપે ઉત્પન્ન થાય છે.અને તે જીવ અતિ-સૂક્ષ્મ-રૂપે આકાશમાં ઝૂરે છે.
તે જીવ એ "સંવેદન-રૂપ" છે,કાળને (સમયને લીધે પંચીકરણ દ્વારા ઉત્પન્ન થયેલ છે, અને