________________
150
(૫૬) વાસનાથી રાજાનું યમપુરીમાં જવું અને ત્યાંથી પાછા આવવું
વશિષ્ઠ કહે છે કે-એટલી વારમાં તો રાજાનાં નેત્ર ફરી ગયાં,હોઠ સુકાઈ ગયા અને દેહમાં સૂક્ષ્મ-પ્રાણ માત્ર બાકી રહ્યા.જુનાં પાંદડાં ના જેવો તેનો વર્ણ થઇ ગયો,મુખ ની કાંતિ ક્ષીણ અને ફિક્કી થઇ ગઈ. ચૈતન્ય વિનાનો તેનો આકાર -ચિત્રમાં આલેખાયેલો હોય તેવો દેખાવા લાગ્યો.
જેમ,ઝાડ પડવાનું થાય છે, ત્યારે પક્ષીઓ એ ઝાડ ને છોડી દે છે, તેમ પ્રાણે રાજાના દેહનો ત્યાગ કર્યો. જેમ નાસિકા માં રહેલી "પ્રાણ-શક્તિ" પવનમાં રહેલી સૂક્ષ્મ ગંધ ને જોઈ અનુભવી) શકે છે, તેમ,દિવ્ય-દષ્ટિવાળી સરસ્વતી અને લીલાએ-આકાશમાં રહેલા રાજા ના જીવ ને જોયો.
તે રાજાની "જીવ-લેખા" વાસનાના લીધે આકાશમાં આતિવાહિક-પ્રાણ સાથે મળીને દૂર જતી જોવામાં આવી. બંને દેવીઓ એ તેની પાછળ જવા માંડ્યું. પછી થોડીવારમાં -મરણ ની મૂછ શાંત થયા પછી (દેહના મરણ પછી) તેણે (રાજા ના દેહે) પોતાના વાસના-રૂપ દેહથી "સ્વપ્નની પેઠે" નીચે પ્રમાણે દીઠું.
તે રાજાએ યમરાજના ચાકરોને પોતાના શરીર ને લઇ જતા જોયા. તેના બંધુઓએ પિંડદાન કર્યું. તેથી તેનો દેહ બંધાયો.અને તે દેહથી તે યમરાજના અતિ દૂર રહેલા નગરમાં ગયો.કે જે નગર પ્રાણીઓના કર્મનાં ફળને પ્રગટ કરતું હતું. ત્યાં ગયા પછી યમરાજે આજ્ઞા કરી કેઆ રાજા નાં કોઈ અશુભ કર્મ નથી, અને તે સરસ્વતી ના વરદાનથી વૃદ્ધિ પામેલો છે.આ રાજાનો પ્રથમ નો દેહ (પ-રાજાનો) શબ-રૂપે પુષ્પમાં રહેલ છે,તે દેહમાં જઈ આ રાજા (વિદુરથ) પ્રવેશ કરે.
યમરાજાએ રાજાને છોડી દીધો એટલે પછી બંને દેવીઓ અને રાજાની "જીવ-લેખા" એ ત્રણે યે આકાશમાર્ગે પ્રયાણ કર્યું.બંને દેવીઓ તે જીવલેખા ને જોઈ શકે છે પણ જીવલેખા તે બંને ને જોઈ શકતી નથી. તેઓ આકાશમાર્ગ નું ઉલ્લંઘન કરીને લોકોત્તરો ને વટાવીને બ્રહ્માંડ ની બહાર ગયા,પછી બીજા બ્રહ્માંડમાં પ્રવેશી ને ભૂમંડળ પર પદ્મરાજાના નગરના મંડપમાં આવ્યા કે જ્યાં પદ્મરાજાનું શબ પડ્યું હતું.
રામ પૂછે છે કે-હે,બ્રહ્મન,તે રાજા કેવી રીતે શબના ઘર પાસે આવ્યો?તેણે કેવી રીતે માર્ગ જામ્યો?
વશિષ્ઠ કહે છે કે-હે,રામ તે શબને (વિદુરથ ના) પૂર્વના શરીરની વાસનાના લીધે માર્ગ-વગેરે સર્વ -તેના હૃદયમાં ફરેલું હતું. તેથી તે કેમ જઈ ના શકે? જેવી રીતે,વડના બીજમાં કેવી રીતે ઝાડ રહેલું છે, તેવી રીતે જીવ-ઉપાધિ ના સૂક્ષ્મ અંતઃકરણ ના ઉદરમાં વાસના થી ભ્રાંતિ-માત્ર" બધું રહેલું છે. તેને કોણ જોઈ ના શકે? જીવ એ મનની ભાવના વડે વાસનાથી અંતરમાં રહેલી "ઇચ્છિત-વસ્તુઓ"ને જોઈ શકે છે.
રામ પૂછે છે કે તમે પ્રથમ કહ્યું કે પિંડદાન થી વાસના-રૂપી દેહ થાય છે, પણ જીવની પાછળ પિંડદાન ના થાય તો-તે જીવને પિંડદાન ની વાસના ન હોવાથી, તેનું શરીર કેવી રીતે થાય?
વશિષ્ઠ કહે છે કે-મરણ પામનાર મનુષ્ય ની પાછળ પિંડદાન આપવામાં આવે કે ના આવે,પણ "બંધુઓએ મને પિંડદાન દીધું" એવી મરણ પામનાર મનુષ્યમાં વાસના થવાથી જ તેને પિંડદાનનું ફળ મળે છે. જો પિંડદાન ના દેવામાં આવ્યું હોય-તો પણ તે મનુષ્ય પોતે જયારે જીવતો હોય અને બીજા કોઈને તેણે પિંડદાન આપ્યું હોય કે પછી પિંડદાન નો રિવાજ એ પોતાએ પોતાની નજરથી જોયો હોય તેનાથી"મારી પાછળ પર મૃત્યુ પછી પિંડદાન થશે" એવી તે મનુષ્ય ને દૃઢ વાસના થાય છે