________________
અને તે વાસના અનુરૂપ પિંડદાન નું ફળ તેને મળે છે. કારણકે-ચિત્તમાં જેવો વિચાર હોય તેવો જ તેને અનુભવ થાય છે.
મન ની ભાવનાથી જ પદાર્થ ની સત્યતા જણાય છે.અને તે ભાવના કારણભૂત પદાર્થ માંથી ઉત્પન્ન થાય છે. જેવી રીતે ઝેર પણ અમૃતની ભાવના થી અમૃત-રૂપ થાય છે.તેવી રીતે,અસત્ય પદાર્થમાં સત્યની ભાવના થવાથી તે સત્ય લાગે છે (જેમ કે દોરીમાં સર્પ નથી પણ સર્પ-રૂપ ભાવના થવાથી તે સર્પ લાગે છે) વળી,કોઈ પણ મનુષ્યને કોઈ પણ કારણ વગર ભાવના ઉત્પન્ન થતી નથી.
ઈશ્વર સ્વયં-પ્રકાશ છે,અને તે ઈશ્વર (કારણ) વિના-જગતની "ઉત્પત્તિ થી પ્રલય" થતાં સુધી-કોઈ કાર્ય થયું હોય એવું જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી.
માટે જે શુદ્ધ ચૈતન્ય છે તે જ "વાસના" થી "સ્વપ્ન ની પેઠે"-"કાર્ય-કારણ-રૂપ" અર્થપણા ને પામે છે.
રામ પૂછે છે કે-"મેં કોઈ ધર્મ કર્યો નથી" એવી જો મરનાર (પ્રેત) ના મનમાં વાસના હોય -અને જો તેના સંબંધીઓએ તેની પાછળ ઘણો ધર્મ કરીને -તેનું પુણ્ય મરનાર ને અર્પણ કર્યું હોય-તો તે ધર્મ સફળ થાય કે નહીં? તમારા કહેવા પ્રમાણે તો તે ધર્મ નિષ્ફળ થવો જોઈએ -તો સાચું શું છે?
વશિષ્ઠ કહે છે કે-દેશ-કાળ-ક્રિયા-દ્રવ્ય-અને સંપત્તિ -એ પાંચ વડે "ભાવના" ઉત્પન્ન થાય છે. માટે કાં તો પ્રેત અને કાં તો- તેની પાછળ ધર્મ કરનારમાં -આ પાંચ થી જેની ભાવના અધિક થાય તેનો જય થાય છે.માટે સારા પ્રયત્ન થી નિરંતર શુભ આચરણ (ધર્મ નો) કરવાનો અભ્યાસ રાખવો.
રામ પૂછે છે કે-જો દેશ-કાળ-ક્રિયા-દ્રવ્ય-અને સંપત્તિથી જો વાસના ઉત્પન્ન થતી હોય તો"મહા-કલ્પ"ની સૃષ્ટિના આદિમાં "દેશ-કાળ-વગેરે" ક્યાં હતાં? અને કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તો સૃષ્ટિ ના આદિમાં "સહકારી-કારણ" (દેશ-કાળ-વગેરે) ના હોવાથી વાસના કેમ ઉત્પન્ન થાય?
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,તમે કહો છે તે સાચું છે,સૃષ્ટિના આરંભમાં દેશ-કાળ-વગેરે ના હોવાને લીધેઅને કોઈ સહકારી કારણ ના હોવાથી,વાસના ઉત્પન્ન થઇ જ નથી,તેમ કોઈ સ્ફુરણ પણ થયું નથી. દૃશ્ય પદાર્થ-માત્ર અસંભવ છે.તેથી આ જે કંઈ દેખાય છે-તે ચૈતન્ય-બ્રહ્મ-રૂપ જ રહેલું છે. આ વિષે હજારો યુક્તિઓથી હું તમને પાછળ થી કહીશ.પણ હમણાં વિદુરથ ની કથા સાંભળો.
ઉપર પ્રમાણે સરસ્વતી અને લીલા એ ત્યાં આવીને પદ્મરાજાનું મંદિર જોયું.તે મંદિર નો મધ્ય ભાગ અતિ સુશોભિત હતો.અને તેમાં મંદાર તથા કુંદનાં પુષ્પોથી ઢંકાયેલું તે રાજાનું શબ હતું. તેના આગળ પાણીના પૂર્ણ કુંભ ભર્યા હતા,દીવાના પ્રકાશથી નિર્મળ ભીંતો શ્યામ લાગતી હતી. ઘરના એક ભાગમાં માણસો સૂતાં હતા,અને તેમના મુખ નો શ્વાસ ચાલ્યો આવતો હતો. કોઈ પણ પ્રાણીનો શબ્દ (અવાજ) નહિ હોવાથી,તે મંદિર શૂન્ય લાગતું હતું.
(૫૭) બીજી લીલા નું દર્શન અને સ્વપ્ન-વિચાર
વશિષ્ઠ કહે છે કે-ત્યાર પછી,સરસ્વતી તથા લીલાદેવીએ ત્યાં શબ ની એક બાજુમાં બેઠેલી (બીજી) લીલા ને જોઈ,કે જે વિદુરથ રાજાની આગળ મરણ પામી હતી અને અહીં આગળથી આવીને રહી હતી.
તે લીલા નો વેશ,આચાર તથા દેહ -પ્રથમના જેવોજ હતો.માત્ર ફરક એટલોજ હતો કે-પ્રથમ તે વિદુરથ ના ભુવનમાં હતી અને હાલમાં તે પદ્મરાજાના ભુવનમાં હતી.તે લીલા હાથમાં ચામર ધરીને રાજાને (શબને) સારી રીતે વાયુ ઢોળી રહી હતી.મૌન રહેલી તે લીલાનું મુખ-કમળ કંઈક કરમાયેલું લાગતું હતું. બંને દેવીઓ તેને જોઈ શકતાં હતાં પણ તે (બીજી) લીલા આ બંને દેવીઓ ને જોઈ શકતી નહોતી. કારણકે
151