________________
149
તે જ પ્રમાણે તે શરીર ને શરીર-રૂપ જાણે છે અને એ જ પ્રમાણે સર્વાત્મા -ઈશ્વર શરીર-વડે શરીરનો, જંગમ-પણા થી જંગમ નો અને સ્થાવર-પણા થી સ્થાવર નો સંકલ્પ કરીને તેમાં રહેલા છે.
જેનામાં "જાણવાની શક્તિ" છે તેણે "જંગમ" કહેવામાં આવે છે. જંગમ માં જાણવાની શક્તિ સૃષ્ટિના આરંભ થી આજ સુધી રહી છે. ઝાડ-પથ્થર -વગેરે ને "સ્થાવર"-રૂપે માનેલ છે,અને તેણે જડ-રૂપે માનેલ છે.(જાણવાની શક્તિ નહિ હોવાથી) આ પ્રમાણે સ્થાવર અને જંગમ નો ભેદ કહેલ છે.
પણ ખરું જોતાં, સૃષ્ટિ ના આરંભ થી જ ઈશ્વર ની સામાન્ય સત્તાથી જડ-પણું અને ચેતન-પણું એ જુદા નથી. ઝાડ અને પથ્થર વગેરે જોકે સ્થાવર-રૂપે એક જ છે, પણ તેમની જડતા ના ભેદનાં _"નામ અને રૂપ" એ બુદ્ધિએ કલ્પેલાં છે.સ્થાવરને (દા.ત. ઝાડને) પણ અંતઃકરણ માં જાણવાની શક્તિ હોય છે! તેથી "હું જંગમ નથી પણ સ્થાવર છું"એવાં નામથી (તેવા સ્થાન કે જગ્યા ના વિષય વાળા) તે સ્થાવરોઝાડ,પર્વત,ઘાસ-વગેરે જુદા જુદા નામથી (સંકેતથી) રહેલાં છે.
તે જ પ્રમાણે કૃમિ,કીડા,પતંગિયા-વગેરે જંગમ-પણા થી એક જ છે, પણ બુદ્ધિ થી જુદાજુદા વ્યવહાર માટે તેમનાં નામ અને રૂપ કલ્પલાં છે. આ કૃમિ-વગેરે (જંગમ) ને પણ અંતઃકરણ માં "જાણવાની શક્તિ" રહેલી છે.
કદી કોઈને શંકા થાય કે-સ્થાવર તથા જંગમ-એ બંનેમાં જ્ઞાન હોય તો-પરસ્પર ના વ્યવહાર ની પરસ્પરને ખબર કેમ પડતી નથી? તો તેનો ઉત્તર એ છે કેજેમ,ઉત્તર સમુદ્ર તરફના મનુષ્ય ને દક્ષિણ સમુદ્ર તરફ ના મનુષ્ય ના વ્યવહાર ની -પોતાના જ્ઞાન વિના કંઈ ખબર પડતી નથી,તે જ રીતે સ્થાવર અને જંગમ એ બંને પોતપોતાની જ્ઞાન (ની સંજ્ઞામાં)માં લીન છે અને એકબીજા પોતપોતાના સંકેતમાં પરાયણ છે
ચૈતન્ય-રૂપી આકાશે પેરેલું ચૈતન્ય સર્વ ઠેકાણે (આકાશ ની જેમ જ) રહેલું છે અને સૃષ્ટિ ના આરંભથી "સ્કરણ" કરવાનો ધર્મ "વાયુ" નો છે.તે આજ સુધી તે જ પ્રમાણે ચાલે છે.
જ્યાં છિદ્ર છે ત્યાં આકાશ રહેલું છે.અને તે આકાશમાં જે વાયુ છે - તે પદાર્થ માત્ર (સ્થાવર-જંગમ) નું હલન ચલન કરે છે. સ્થાવર-જંગમ એ બંનેમાં ચૈતન્ય રહેલું છે. અને તેમાં વાયુ ને લીધે કોઈમાં હલનચલન થાય છે તો કોઈ માં હલન ચલન થતું નથી, આમ,ભાંતિ-રૂપ જગતમાં સુષ્ટિના આદિ થી જે પ્રમાણે પદાર્થ ની સ્થિતિ કરેલી છે.તેજ પ્રમાણે તે વર્યા કરે છે.
દેવી કહે છે કે આ પ્રમાણે વિશ્વના પદાર્થનું સ્વ-ભાવ થી થયેલું -સત્યપણું અને અસત્યપણું તને કહ્યું. હવે મરણ પામતા આ વિદુરથ રાજાને જો,તે પુષ્પથી ઢંકાયેલા શબરૂપ પદ્મરાજાના કોશમાં પ્રવેશ કરવાની ઇચ્છાથી જાય છે. જ્ઞાની લીલા પૂછે છે કે-તે કયા માર્ગે શબ-મંડપમાં જાય છે? તેને જોતાં જોતાં આપને પણ તેની પાછળ જઈશું?
દેવી કહે છે કે "હું ચૈતન્ય-રૂપ બીજા દૂરના લોકમાં જાઉં છું" એવી રીતે વિદુરથ રાજા પદ્મરાજાના શરીરના અહં-વાસના ના માર્ગનો આશ્રય કરીને જાય છે. માટે આપણે પણ તારી ઈચ્છા ને માન આપીને જઈએ.
વશિષ્ઠ કહે છે કે જેમ,સુર્યના ઉદયથી અંધકાર દૂર થાય છે, તેમ સરસ્વતી આ પ્રમાણે કથા કહીને,લીલા ના સંતાપને દૂર કરતાં હતાં અને તેના ઉદાર મનને ઉપદેશ કરતાં હતાં. તેટલામાં વિદુરથ રાજા મરણ ની મૂછ થી જડ થઇ ગયો.