________________
112
અને આમ,"તે હાથ-પગ વાળો દેહ મારો છે" - એમ જુએ છે.
અને જેવો "દેહનો અધ્યાસ" થાય-એટલે તરત જ "હું આ પિતાનો પુત્ર છું,મને આટલાં વર્ષો થયા, આ મારા ભાઈઓ છે,આ મારું સુંદર ઘર છે,હું જમ્યો,બાળક હતો ને હવે મોટો થયો" વગેરે જોવામાં આવે છે. "દેહ-રૂપ" થયેલા "ચિત્ત" (મન) ના અને સંસારિક સંબંધો-એ સત્યમાં તો સંબંધો વિનાના જ છે,છતાં પણ, પોતાની સાથે સંબંધો ધરાવનારા ભાસે છે.
આ પ્રમાણે "જીવ" ના ચિત્ત (મન) માં સંસાર-રૂપી ખંડ ઉદય પામ્યો છે પણ સ્વાભાવિક રીતે -તો-કંઈ પણ ઉદય પામ્યું નથી. જીવ શુદ્ધ ચિદાકાશ-રૂપ જ છે. સ્વપ્ન માં કે જાગ્રતમાં- "દ્રષ્ટા"માં જે ચૈતન્ય છે તે જ "દૃશ્ય"(જગત) માં છે. કારણકે એક ચૈતન્ય જ સર્વ-રૂપે પ્રતીત થાય છે.
તે જ ચૈતન્ય જેમ,સ્વપ્ન માં બીજા પ્રકારે પ્રતીત થયા છે, તેમ પરલોકમાં ત્રીજા પ્રકારે પ્રતીત થાય છે, તો આ લોકમાં ચોથા પ્રકારથી પ્રતીત થાય છે. એટલે કે સઘળી સ્થિતિઓમાં ચૈતન્ય એક જ છે. જેમ જળથી તરંગો જુદા નથી,તેમ,સ્વપ્ન,પરલોક કે આ લોક એ ચૈતન્ય થી જરા પણ જુદા નથી. આથી આ જગત ઉત્પન્ન થયું જ નથી ને નાશ પણ પામવાનું નથી.
જગત પોતાના સ્વ-રૂપ થી કંઈ છે જ નહિ,પણ જે પ્રકાશે છે -તે ચૈતન્ય જ પ્રકાશે છે. જેમ જળમાં તરંગ-પણું છે જ નહિ અને જે દેખાય છે તે સસલા ના શિંગડા જેવું જ છે, તેમ, ચૈતન્યમાં દય (જગત) પણું છે જ નહિ, અને જે દેખાય છે તે સસલા ના શિંગડા જેવું જ છે. ચૈતન્ય પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થયા વિના જાણે દૃશ્ય-પણા ને પામેલ હોય તેમ પ્રતીત થાય છે. આમ દૃશ્ય (જગત) પદાર્થ છે જ નહિ, તો પછી "આ દ્રષ્ટા અને આ દૃશ્ય" એવા વિભાગો કેમ હોઈ શકે?
જીવ ને (મરણ-રૂપે) મોહ થયા પછી,નિમેષમાત્રમાં જ દેશ-કાળ-આરંભ-ક્રમ-જન્મ-માતપિતા-સ્ત્રી-સંતાનોઅવસ્થા-સમજણ-સ્થાન-બંધુઓ-સેવકો-અસ્ત-ઉદય-વગેરે વાસનાઓ ને અનુસરતી - "બ્રહ્માંડ-રૂપી- દૃશ્ય" ની શોભા નજરે પડવા માંડે છે. જીવ પોતે તો ચૈતન્ય-સ્વ-રૂપ છે, તે પોતે તો જન્મેલો નથી,છતાં "હું જન્મેલો છું" એમ ધારી લે છે.
તેથી તે દેશ-કાળ-ક્રિયાઓ-દ્રવ્યો-મન-બુદ્ધિ અને ઇન્દ્રિય વગેરે ને જુએ છે. જેમ,પુષ્પ પછી ફળ નો ઉદય થાય છે તેમ પાછળથી "આ મારી માતા છે-આ મારા પિતા છે-બાંધવો છે" વગેરે અનુભવેલો અને કદી નહિ અનુભવેલો-વાસનામય ક્રમ ઉદય પામે છે.અને નિમેષ (પલક)-માત્રમાં કલ્પ જેવડો મોટો કાળ (સમય) વહી ગયાની પ્રતીતિ પણ થાય છે. જેમ કે જેમને પોતાની પ્રિય સ્ત્રીનો વિયોગ થયો હોય છે તેમને એક દિવસ એ-વર્ષ જેવડો થઇ પડે છે.
જેમ,અહં (મદ) અને સ્વપ્ન -ના "ભ્રમ ના સમય માં જે શૂન્ય હોય તે ભરપૂર લાગે, દુઃખો પણ ઉત્સવ રૂપ લાગે,અને હાનિ પણ લાભ-રૂપ લાગે છેતેમ જીવો ને જગત-રૂપી ભ્રમ ના સમયમાં "એક ચૈતન્ય" પણ દ્રશ્યો થી ભરપૂર લાગે છે. વ્યવહાર-રૂપ દુઃખો પણ સુખરૂપ લાગે છે અને "સ્વરૂપ ને ભૂલી જવું" પણ અનુકૂળ લાગે છે.
પણ,જેમ,ખંભમાં વણ-કોતરેલી મૂર્તિઓ તેનાથી અભિન્ન જ રહેલી છે-તેમ બ્રહ્મ-ચૈતન્ય માં આ સઘળું દૃશ્ય-જગત અભિન્ન જ અને શાંત રીતે રહેલું છે. તેને મોક્ષ શું કે બંધન શું?)
(૨૧) સરસ્વતી અને લીલા નો સંવાદ