________________
110
આ સઘળું તને પૂર્વ-જન્મ નું વૃત્તાંત કહ્યું. બ્રહ્મ-રૂપ આકાશમાં "જીવ-ભાવ" ની ભ્રાંતિ થવાથી,એ સઘળું પ્રતીત થયું હતું, અને એ- "ભ્રાંતિ-રૂપ પૂર્વ-સૃષ્ટિ" માંથી "ભ્રાંતિ-રૂપ-આ-સૃષ્ટિ" પ્રતિબિમ્બિત થઇ છે. આ સૃષ્ટિ એ-પોતાની સત્તાથી અસત્ય છે, અને અધિષ્ઠાન ની સત્તા થી સત્ય છે. તેણે (મૃષ્ટિએ) તમને જન્મની અને મરણની મિથ્યા જ પ્રતીતિ કરાવી છે. અવિદ્યા (અજ્ઞાન-કે-માયા) સિવાય સૃષ્ટિનું બીજું કંઈ રૂપ નથી.
લીલા કહે છે કે-હે,દેવી,તમે આવી ખોટી વાત કેમ કરી? મને તો આ વાત ખોટી લાગે છે-કારણકેક્યાં,પોતાના ઘરમાં રહેલો બ્રાહ્મણ નો જીવ અને ક્યાં અહીં રહેલા એવા અમે? એ જોડાં ની અને અમારી એકતા સંભવે જ કેમ? વળી, મેં સમાધિમાં જે નવી સૃષ્ટિ જોઈ તે આ ઘરમાં બેસીને જ જોઈ છે.તો એ વાત પણ કેમ સંભવે?
જેમાં મારા સ્વામી રહ્યા છે, તે પરલોક,તે પૃથ્વી,તે પર્વતો,અને દશે દિશાઓ - આ ઘરની અંદર રહેલાં પણ સંભવે જ કેમ? હે દેવી,આ વાત મારા મનમાં ઠસતી નથી, માટે તે તમે મારા મનમાં ઠસી જાય તેવી રીતે મને કહો.
(NOTE-યોગ-વશિષ્ઠ એ-અદ્વૈત તત્વજ્ઞાન-પર આધારિત છે.અને અદ્વૈત મા એક -પુરુષ કે બ્રહ્મ-કે પરમાત્મા જ સત્ય છે બાકીનું બધું અસત્ય અને બાકીનું બધું જે "અસત્ય-કે મિથ્યા" (જગત) જે નરી આંખે દેખાય છે-તે બ્રહ્મ જ છે. હવે, આ વસ્તુ માત્ર જ્ઞાન થી સમજી શકાય તેવી નથી. માત્ર અનુભવ થી જ સમજાય છે. તેમ છતાં તેને જ્ઞાન થી સમજાવવાનો વારંવાર -પ્રયાસ -અહીં વશિષ્ઠજી જુદી જુદી રીતે કરે છે.અને એ માટે સ્વપ્ન નું અને આકાશ નું ઉદાહરણ વારંવાર આપે છે. હવે, આ નરી આંખે જે જગત દેખાય છે તેને જઠું કે મિથ્યા કેમ માની શકાય?બસ,આ સમજાવવાની જ અહીં માથાકૂટ કર્યું જાય છે.
વશિષ્ઠ જી ની સમજાવવાની રીત તે જમાના ને અનુરૂપ છે.પણ અહીં અત્યારના સમય મુજબ જોઈએ તો - સાંખ્ય-નો જે સિદ્ધાંત છે કે જે "મૈત" પર આધારિત છે-અને હાલના સમયમાં માત્ર જેને સમજવું જ છે (અનુભવ નથી કરવો) તેને માટે - તે સાંખ્ય ને સમજવાથી કદાચ આ અદ્વૈત ને સમજવામાં સરળતા રહે????
સાંખ્યો -પુરુષ અને પ્રકૃતિ (દ્વૈત) એમ જુદા પાડે છે.અને પ્રકૃતિ જે નરી આંખે દેખાય છે તેનું અસ્તિત્વ બતાવે છે.અને પાછા કહે છે કેપુરુષ જ અધિષ્ઠાન ની દૃષ્ટિ એ સત્ય છે એવું જ કંઈ "અદ્વૈત" વાળા -પ્રકૃતિ ને માયા તરીકે ઓળખાવે છે અને કહે છે કે-તે સ્વપ્ન કે અરીસા જેવી છે,
હવે ફરીથી જો સાંખ્ય-જ્ઞાન તરફ જઈએ-તો-તે કહે છે કે-૨૪ તત્વો માંથી જગતની "ધૂળ-શરીરની " ઉત્પત્તિ થઈ. હવે જો આમાં પાંચ મહાભૂતો ના હોય તો સ્થૂળ- નહિ પણ સૂક્ષ્મ-એટલેકે "લિંગ-શરીર" કહે છે-આ લિંગ શરીર -નજર થી દેખી - શકાય નહિ.
બસ, આટલું સમજીને હવે લીલાવતી ની સ્ટોરી પર પાછા ફરીએ.લીલાવતી એ ઉપર પ્રમાણે જે પ્રશ્ન અને શંકા કરી છે-તેને સમજવા નો પ્રયત્ન કરીએ. --લીલાવતી અને પદ્મરાજા એ તેમનો વર્તમાન નો જન્મ છે.--પદ્મરાજા મરીને "વિદુરથ-રાજા" થયો તે તેનો બીજો અવતાર છે(અને વર્તમાન માં પણ છે-લીલા હજ મરી નથી એટલે તેનો બીજો અવતાર હજુ સુધી થયો નથી) --ભૂતકાળમાં આ બંને ની જોડી -વશિષ્ઠ અને અરુંધતી -(રામાયણ વાળા નહિ) ના અવતાર તરીકે હતી.
અહીં આગળ વધતાં પહેલાં ભારતીય તત્વ જ્ઞાન માં વારંવાર આવતા બે શબ્દો "દેશ અને કાળ" ને સમજવા જરૂરી છે."દેશ" એટલે અમુક ચોક્કસ સ્થાન કે જગ્યા અને "કાળ" એટલે અમુક ચોક્કસ સમય.
ઉદાહરણ થી આ વાત સમજીએ તો-જો કોઈ વ્યક્તિ તેના પ્રિયતમ ની રાહ જોતો હોયતો તેને માટે એક ક્ષણ પણ મહિનાઓ જેવી લાગે છે અને પોતે ક્યાં છે તેનું સ્થળ) નું ભાન પણ ભૂલી જાય છે,
આ રીતે જયારે દેવી કહે છે કે બ્રાહ્મણ ને મહેં-આઠ જ દિવસ થયા છેતો ત્યારે પદ્મરાજા તો ઘણી ઉંમર નો થઈને મર્યો હતો-તો માત્ર આઠ દિવસ જ કેમ ગણાય? આ ના જવાબ માં ઉપર બતાવેલ પ્રિયતમ ના ઉદાહરણ થી. તર્ક થી સામાન્ય સમજ આવી શકે અને સાંખ્ય-મુજબ-તે બ્રાહ્મણ નું -પાંચ મહાભૂત નું સ્થૂળ શરીર -ના હોતાં "લિંગ શરીર" જ છે.એમ સમજી શકાય. તો વળી અદ્વૈત મુજબ અહીં "તે બ્રાહ્મણ મર્યા પછી તે ઘરના "આકાશમાં" હૃદયકાશ રૂપે-રહ્યો " એમ સમજી શકાય અને જેને અહીં માત્ર સમજવા માટે- જ-"જૂની સૃષ્ટિ" તરીકે પણ ઓળખાવી છે.
હવે અદ્વૈત તો કહે છે કે-જગત (મૃષ્ટિ) તો છે જ નહિ. એટલે તેને "દેશ અને કાળ" નું બંધન લાગી શકે નહિ.આમ-આઠ દિવસ એ અનંત થઇ જાય !!!
હાલની સૃષ્ટિ માંથી પદ્મરાજા -નવી સૃષ્ટિ માં ગયો છે અને તે પણ કંઈ તરત જન્મેલો નથી!!!) અદ્વૈત મુજબ તેણે "નવું હૃદયકાશ" બનાવ્યું છે. (દ્વૈત મુજબ એણે સ્થૂળ શરીર ધારણ કર્યું)