________________
101.
---"ઉપાસના'-ના માર્ગે ચાલે-તો-જેમ,તાંબુ-એ ઔષધો થી પાકી ને અનુક્રમે "સોનું" થાય છે - તેમ,તે "સમષ્ટિ-વિરાટ" (ઔષધ) ને પામીને-પાકીને- અનુક્રમે "બ્રહ્મ-રૂપે" થાય છે. ---"જ્ઞાન" ના માર્ગે ચાલે તો-જેમ તાંબુ પારસમણિનો સંયોગ થતાં તરત જ સોનું થાય છેતેમ તરત જ એટલે કે અનુક્રમ -વિના જ "બ્રહ્મ-રૂપ" થાય છે.
આ સૂક્ષ્મ ચિદાકાશ-રૂપ "બ્રહ્મ" માં સમષ્ટિઓ કે વ્યષ્ટિઓ -એ કંઈ પણ નથી,તો પણ, ચમત્કાર ને લીધે, તે જાણે "હોય" (છે) એવું પ્રતીત થાય છે. તેમની એ પ્રતીતિ -અધિષ્ઠાનની સત્તા ને લીધે જ થાય છે.
બ્રહ્મ માં પોતાની મેળે જ જે ચમત્કાર ઉઠે છે તે "અહંભાવ" કહેવાય છે, અને, તેનાં ભવિષ્યકાળમાં નામો તથા રૂપો કલ્પી લેવામાં આવે છે. બ્રહ્મ ને પોતાનાથી અભિન્ન (પોતાનાથી જુદું નથી તેવું) અહંકાર નું જે અનુસંધાન થાય છે-તે-જઆ મહાવિસ્તીર્ણ (ફેલાયેલા) સંસાર-રૂપે બ્રહ્મ માં ઝૂરે છે.અને તે બ્રહ્મ-મય હોવાને લીધે અનંત છે. આમ,બ્રહ્મ માં પ્રતીત થયેલા "બ્રહ્મ-રૂપ-દૃશય" ને બ્રહ્મ થી જુદું પાડવું અશક્ય છે.-તો પણ, પોતાની "શક્તિ"ને લીધે જ તે "પરિણામ-અને વિકાર" એવા શબ્દોના વ્યવહારમાં આવીને - તે (બ્રહ્મ) જુદા જેવું જણાય છે.
ચૈતન્ય-અને ચૈતન્ય ને અધીન "પ્રકાશ-વાળો-દય-વર્ગ" સ્વાભાવિક રીતે જુદો કરી શકાય નહિએવા સ્વભાવને પામે છે, ત્યારે તેનો જે અનુભવ થાય છે તે-જ-"ભ્રાંતિ" થી "જગત" કહેવાય છે.
આકાશ કરતાં પણ સૂક્ષ્મતા-વાળી અને અત્યંત વિસ્તાર-વાળી,એવી જે ચૈતન્ય ની "શક્તિ" છેતે પ્રથમ સ્વાભાવિક રીતે જ "અહંકાર" નું અનુસંધાન કરે છે. જયારે પોતાનામાં પોતાની મેળે જ પોતા-રૂપ જ એવા અહંકાર નું ઝાંઝવાના જળ ની પેઠે સ્કૂરણ થાય છેત્યારે તે ચૈતન્ય-વધી વધી ને બ્રહ્માંડ-રૂપે પરિણામ પામેલા,"સુક્ષ્મ-અહંકાર" ને દેખે છે. "ચમત્કાર કરનારું એ ચૈતન્ય-પોતે જ પોતામાં એક અપૂર્વ ચમત્કાર કરે છેઅને તેને "જગત" એવું નામ આપવામાં આવે છે.
હે, રાઘવ,અહંકાર ની કલ્પના એ ચૈતન્ય ને આધીન છે, અને જગત ની કલ્પના એ ચૈતન્ય ને આધીન છે. માટે "અહંકાર અને જગત" -એ "ચૈતન્ય-રૂપ" છે. તો પછી એવા અખંડ ચૈતન્ય માં "બૈત અને અદ્વૈત" ક્યાંથી રહ્યા?
વાસના અને કર્મ આદિ ને "જીવ-ભાવ" નાં કારણ-રૂપ માનવામાં આવે છે, તો તેમનો ત્યાગ કરીને તમે"તું" અને "હું" એ ભાવ નો પણ ત્યાગ કરો,એટલેદ્રષ્ટા (પરમાત્મા) અને દૃશ્ય (જગત) ના માધ્યમથી કેવળ "સત્તા" જ અવશેષ (બાકી) રહેશે.
પ્રથમ થી જ સિદ્ધ એવી અધિષ્ઠાન ની સત્તા-એ જુદી દેખાતી દૃશ્ય ની સત્તા ને ગળી જાય છે એટલે-કેજેમ,વાદળાં ટળી જતાં એક આકાશની જ સત્તા ઉદય પામે છે-તેમ,અધિષ્ઠાન ની સત્તા ઉદય પામે છે. અને એ સત્તામાં જગતની સત્તા કે અસત્તા -કશું જાણવામાં આવતું નથી.
મન ની ચેષ્ટા-રૂપ "સુક્ષ્મ જગત" પણ "શૂન્ય છે અને
ઇન્દ્રિય વગેરે ના વિષય-રૂપ આ "સાકાર-ધૂળ-જગત" પણ "શૂન્ય" છે. એ બંને ચૈતન્ય ના ચમત્કાર-રૂપ છે,માટે ચૈતન્યથી ભિન્ન કઈ છે જ નહિ.