________________
102
"અવયવ-વાળા-પદાર્થો" માં પણ છે જેના વિલાસ-રૂપ હોય-તે તેથી કદી જુદો પડતો નથી, તો પછી "અવયવ-વગરના-ચૈતન્ય" ના વિલાસોમાં તો ચૈતન્ય થી ભિન્નપણાની વાત જ શી કરવી?
"ચૈતન્ય" એ સર્વદા દ્રશ્યો થી રહિત છે."નામ"થી રહિત છે.અનેતેનું જે વિસ્તીર્ણ સ્વ-રૂપવાળું "રૂપ" છે તે જ "ફુરણ-પામેલા-જગત" નું રૂપ છે.
મન,બુદ્ધિ, અહંકાર,પ્રાણીઓ,પર્વતો અને દિશાઓ-વગેરે,જે જે રચનાઓ છે તે ચૈતન્ય ની જ રચનાઓ છે. કારણ કે જગતની સ્થિતિ ચૈતન્ય-રૂપ છે. માટે જગત ને ચૈતન્ય ના ધર્મ-રૂપ સમજો,જગત વિના ચૈતન્ય-પણું છે જ નહિ, જો જગત ના હોય--તો-ચૈતન્ય પોતાના ચમત્કાર વિનાનું જ થઇ જાય. માટે જગતમાં અને ચૈતન્ય માં માત્ર કહેવા-માત્ર થી જ ભેદ છે,વાસ્તવિક ભેદ નથી. એટલે પછી જગત ની જુદી સત્તા ક્યાંથી રહી?
સ્કૂરણના બીજ-રૂપ-ચૈતન્ય માં તેનો પોતાનો જે ચમત્કાર છે-તે "જીવ અને તન્માત્રા-રૂપ" છે, અને જે "અહંકાર" છે તે ચૈતન્યની "શક્તિ" નો જ વિલાસ છે. એ (અહંકારના) "વિકાસ"માં "ચૈતન્યના જ વિલાસ-રૂપ" "ચલન-ક્રિયા" પ્રાપ્ત થાય છેએટલે તેનું ભવિષ્ય-કાળમાં "જીવ" એવું નામ કહેવાય છે.
જો કે છતાંય ચૈતન્ય અને ચૈતન્ય-રૂપે પ્રકાશ કરનાર "અહંકાર" વગેરે-પોતાના વિકારો થી વિભક્ત (જુદા) થઇ "જીવ" વગેરે નામો ધારણ કરે છે, તો પણ વિકારો મિથ્યા-હોવાને કારણે-જુદા છે જ નહિ. એટલે જીવ અને બ્રહ્મ માં કશો ભેદ (જુદાઈ) નથી. ચૈતન્ય "શક્તિ-રૂપ" હોવાને લીધે-તેણે કરેલા જેવો તેનો (ચૈતન્યનો) જે વિલાસ છે-તે જ "જીવ"કહેવાય છે. આમ,જીવ અને જીવો નું મન એ એ બંને ચૈતન્ય ના વિલાસ-રૂપ જ છે. અને જે "મન" છે તે જ "ઇન્દ્રિયો-રૂપ" થયેલું છે. માટે એક જ "બ્રહ્મ" એ અનેક-રૂપે સત્તા પામેલું છે.
ચૈતન્ય ના પ્રકાશ ની સત્તા-રૂપ આ જગત સઘળા ભેદોથી રહિત એવું ચૈતન્ય-રૂપ જ છે. કાર્યો અને કારણો વગેરે કંઈ પણ બ્રહ્મ થી ભિન્ન નથી.
આ ઉપરથી-હંમેશા એવો નિશ્ચય રાખવો કે"હં (આત્મા-પરમાત્મા) છેદન પામવાને અશક્ય,બળવાને માટે અશક્ય,પલાળવાને અશક્ય, શોષાવાને માટે અશક્ય- એવો-નિત્ય છું,વ્યાપક છું, અવિનાશી છું અને અચળ છું"
પોતપોતાના ભ્રમો થી બીજાઓને ભમાવતા-અને વાંધાઓ લેતા "વાદીઓ" (ખંડન-મંડન કરીને) આ વિષયમાં વિવાદ કરે છે-પણ અમને તો ભ્રાંતિ ટળીને આ વિષયમાં પાકો નિશ્ચય થયો છે.
અજ્ઞાનીઓ એ દૃઢ કરીને માનેલા આ સાકાર જગતમાં વિકાર-વગેરે જુદા દેખાય છે, પણ, જ્ઞાનીઓએ જગત નો નિષેધ કરીને-નિરાકાર અને સર્વ ના અધિષ્ઠાન-રૂપ બ્રહ્મ નું જ અનુસંધાન કર્યું છે. તે બ્રહ્મમાં,જગતમાં, અને વિકાર-વગેરેને જુદા દેખતા નથી. જયારે-ચૈતન્ય-રૂપ-વૃક્ષમાં; દૃશ્ય ના અનુસંધાન-રૂપ જળ સિંચાય છે-ત્યારેચૈતન્ય-રૂપ-વસંત ની સ્વાભાવિક શોભા-રૂપ "માયા" -એ"આકાશ" માં પ્રફુલ્લિત થનારી,"કાળ-આદિ" નામ વાળી પોતાની મંજરી ને વિસ્તારે છે.