________________
100
શ્રીરામ પૂછે છે કે જીવ એક છે કે અનંત છે? અથવા જીવનો કોઈ પર્વત જેવો સમષ્ટિ પિંડ છે કેતેમાંથી મેઘ ની ધારાઓ ની પેઠે, સમુદ્રમાંની જળકણો ની પેઠે,અથવા તો તપેલા લોઢામાંથી નીકળતા અગ્નિ ના તણખાઓ ની પેઠે-"જીવો" નીકળ્યા કરે છે? હે ભગવન,મને તમે જીવના સમુહો કેમ બને છે તેનો તમે નિર્ણય કહો. જો કે તમારા કહેવાનો અભિપ્રાય ઘણો ખરો તો મારા સમજમાં આવી જ ગયો છે, તો પણ , નિશ્ચય ને માટે,તમે એ વિષય નું સ્પષ્ટ-પણે વિવેચન કરો.
વશિષ્ઠ કહે છે કે- જીવ "એક" પણ નથી તો પછી અનંત હોવાનો તો સંભવ જ ક્યાંથી હોઈ શકે? આ તો "સસલાનું શિંગડું ઉડીને ચાલ્યું" એવી તમે વાત કરો છો. હે,રાઘવજીવ-એક- નથી,જીવોના સમુહો પણ નથી, અને જીવનો પર્વત જેવો કોઈ સમષ્ટિ-પિંડ પણ નથી.
સઘળાં પ્રતિભાસોવાળા જે કોઈ જીવો દેખાય છે, તેઓ કોઈ છે જ નહિ, એવો આ વિષયમાં તમે પાકો નિશ્ચય રાખો."શુદ્ધ,નિર્મળ,ચૈતન-માત્ર અને વ્યાપક એક "બ્રહ્મ" જ છે, એ બ્રહ્મ સઘળી "શક્તિઓ વાળું હોવાથી તે દ્રશ્યો-રૂપે ભાસે છે.
પરબ્રહ્મ-એ-પોતાની સત્તાનું જ-જીવ,બુદ્ધિ ક્રિયા,ચલન,મન, દ્ધિત્વ (બે) એકત્વ (એક) -વગેરે વડે જેઅનુસંધાન કરતું દેખાય છે તે અજ્ઞાન- થી જ થાય છે, અને જો -જ્ઞાન- થાય તો-સઘળી સત્તા બ્રહ્મ-રૂપે જ અવશેષ રહે છે. "આત્મ-બોધ" થી એ અજ્ઞાન- ટળી જાય છે, પણ તે આત્મ-બોધ થવો બહુ દુર્લભ છે. જેમ,દીવો થતાં અંધકારનો ક્યાંય પત્તો મળતો નથી,તેમ,બોધ થતાં અજ્ઞાન પણ દૂર થઇ જાય છે.
આ પ્રમાણે જે જીવ છે તે જ -વિભાગરહિત,અખંડિત, સઘળી શક્તિવાળું,અને આદિ અંત-રહિત, એવું "બ્રહ્મ" જ છે.જે કંઈ જીવ અને જડ આદિ ભેદ દેખાય છે તે વાસ્તવિક રીતે બ્રહ્મ જ છે.
રામ પૂછે છે કે-હે,બ્રહ્મન જેમ તમે કહો છો તેમ જ હોય તો, સઘળાં જીવો સમષ્ટિ-રૂપે એક જ છે, તો પછી,"એક" જીવ ની ઇચ્છાથી "સઘળાં" જીવો ને કેમ સુખ-દુઃખાદિ થતાં નથી?
વશિષ્ઠ કહે છે કે "વ્યષ્ટિ-રૂપ" વિભાગો થયા પહેલાં જ . સઘળી શક્તિ-વાળા-એવા એ "સમષ્ટિ-વિરાટ" ની એવી ઈચ્છા હોય છે કે"સઘળાઓમાં હું એક જ સાચા સંકલ્પ-વાળો રહું, મારા વિના બીજા કોઈના સંકલ્પો સાચા થાય નહિ" અને આથી તે -સમષ્ટિ-વિરાટ-નિરંતર - જેવી ઈચ્છા કરે છે કે- તરત-તે પ્રમાણે જ થાય છે. પણ વ્યષ્ટિ જીવો ની ઈચ્છા પ્રમાણે થતું નથી.
એ "સમષ્ટિ-વિરાટે પછીથી ઉદય પામનારા અને પોતાના અંશ-રૂપ "વ્યષ્ટિ-જીવો" ની ક્રિયાના "ક્રમ' ને માટે આવો નિયમ કર્યો કે "તેઓની ક્રિયાઓ-અમુક રીતથી અને અમુક સાધનો થી જ થાય.પણ સંકલ્પ-માત્ર થી થાય નહિ" આમ છતાં, કોઈ સમયે-રીત અને સાધનો વિના-પણ કોઈ મહર્ષિ વગેરે (વ્યષ્ટિ-જીવ) ની ઓ સંકલ્પ-માત્ર થી સિદ્ધ થતી હોય કે થતી દેખાય તો ત્યાંસંકલ્પ સિદ્ધ કરવાની સમષ્ટિ-વિરાટ ની જ ઈચ્છા છે-એમ માનવું. કોઈ પણ "જીવ" ની "ક્રિયા" (કર્મ) તેની શક્તિ" પ્રમાણે જ ફલિત થાય છે. અને તે "સમષ્ટિ-વિરાટે" સ્થાપેલા નિયમો મુજબ જ થાય છે.
"વ્યષ્ટિ-જીવો" જો