________________
૪૩
સાત્તિવક સંગઠન અંત્યજ આદિવાસીમા, અભય સત્ત્વ કેળવી; જોડે સંઘ ચતુર્વણે સંસ્થાઓ સ્થાપી તેમની. ૮
ભાવાર્થ : પ્રાયોગિક સંધ આદિવાસી અને અંત્યજેમાં નિર્ભયતા અને પરાક્રમની શક્તિને અભ્યાસ કરાવીને તેમની સંસ્થાઓ સ્થાપીને તેમને ચાર વર્ણોની સાથે અનુબંધિત કરી દે જેથી ભવિષ્યમાં કેઇપણ જાતના પૂર્વગ્રહે કે આભડછેટના કુસંસ્કારો સમાજમાં નહિ જાગે.
અનુબંધાટક નિરીક્ષણ પછી સંતબાલજી મહારાજે એક વાત પર ધ્યાન દોર્યું હતું કે અહિંસક સમાજરચના કે ધમદષ્ટિએ સમાજરચનામાં પ્રયોગના પાયાને એકમ ગામડું હશે અને તેનો વ્યાપ વિશ્વ સુધી વિવવાત્સલ્ય માર્ગ વિશ્વસતા સર્વધર્મના માધ્યમે વ્યાપક કરશે તે સર્વે સ્પષ્ટ થાય તો કેવું સારું ! એમાંથી જે પ્રશ્નોત્તરી થઈ તે ઉપસંહાર રૂપે અહીં આપવામાં આવી છે :
અખિલ વિશ્વનું કેન્દ્ર ગામડું પ્રશ્ન: અનુબંધ થશે કેમ ગ્રામ, નગર, રાષ્ટ્રને
અખિલ વિશ્વનું કેન્દ્ર ગ્રામ કેમ બની શકે ? ઉત્તર : જંબુદ્વીપે જમીને જ્યાં ટૂંકી વસ્તી પ્રમાણમાં
માલિકી હકમર્યાદા અનિવાર્ય ગણાય ત્યાં. નીતિન્યા રળી ખાવા સંઘનિણિત ભૂમિ જે, કૃષિકારે ભલે રાખે બની વિશ્વસ્ત વિશ્વના. ૨ ગોસેવાયુક્ત ખેતી ને ગૃહ ગ્રામ-ઉદ્યોગમાં, વ્યવસ્થાપન વિજ્ઞાન શેષણમુક્ત જીવિકા. ૩