________________
४२
બદીઓ છે તેમને છેડાવે અને તેમનામાં પવિત્રતા ભરે, આત્મવિશ્વાસ જગાડે અને આ રીતે શુદ્ધ ધર્મના સંસ્કારથી સભર કરે.
તેજસ્વી-વિદ્યાદાન શ્રમે કુશલ વિદ્યાએ તેજસ્વી મન વત્સલ શિક્ષણ સમિતિ દ્વારા કરે સંસ્થા સુવત્સલ. પા
ભાવાર્થ : વિશ્વાત્સલ્યલક્ષી સંસ્થા અંત્યજ વગરને શિક્ષણ સંસ્થાના માધ્યમે શ્રમમાં કુશળ અને નિષ્ઠાવાન વિદ્યાએ તેજસ્વી અને તેમના મનને વાત્સલ્યપૂર્ણ બનાવે જેથી તેઓ બીજાની સાથે પણ વાત્સલ્યપૂર્ણ વ્યવહાર કરી શકે.
વ્યવસાય-વિસ્તરણ સંસ્થા સંઘ અંત્યજને જે સહકારી પ્રયાસમાં; ગ્રામ કે અન્ય ક્ષેત્રમાં ન્યાયી કમાઈ પામવા. દા
ભાવાર્થી : વળી સંસ્થા કે સંઘ અંત્યજ વર્ગને ગ્રામ, કરા કે અન્ય ક્ષેત્રોમાં અગર તા સહકારી પ્રવૃત્તિમાં નિયુકત કરે, જેથી તે ન્યાયપૂર્ણ આજીવિકા મેળવી શકે.
પદ-પ્રતિષ્ઠા ચકાસી ગણનેતૃત્વે, વિકસાવી ગુણે ગણે સંઘ પ્રેરે પદે સ્થાને, સત્યનિષ્ઠ વિનમ્રને.
ભાવાર્થ : પ્રાયોગિક સંઘ જ વર્ગમાં જે સત્યનિષ્ટ વિનમ્ર ને કાર્યકુશળ હોય તેવા અથવા ગણનેતૃત્વની કેઈનામાં ક્ષમતા હોય તે તેને બરાબર ચકાસીને, અને થોડાક ગુણ ઓછા હોય તો તેને ગણની અંદર જ રાખીને તાલીમ આપીને ગુણદષ્ટિએ વિકસાવીને યોગ્ય પદે અને યોગ્ય સ્થાને તને નિયુકપ કરે અથવા કાર્ય કરવા પ્રેરે.