________________
સતસમાજ
વંદના બ્રહ્મનિષ્ઠ ઋતે જ્ઞાની, કૃપાળુ વિશ્વવત્સલ; સત્તા, સ્ત્રી ધનના ત્યાગી, નમુ સંતસમાજને. ૧
ભાવાર્થ : હવે ક્રાંતિપ્રિય સંતાથી પ્રેરણા પામીને જે જુદા જુદા ધર્મોના સંત છે, તેઓ અનુબંધ યોગમાં શું ફાળો આપી શકે અને તેમનાં કયાં લક્ષણે છે તે કહે છે. – એવા સંતોને સમાજ જે બ્રહ્મનિષ એટલે સર્વાત્માઓમાં તલ્લીન છે, સર્વભૂતાભભૂત છે, કૃપાળુ છે, વિશ્વમાં સર્વે પ્રાણુઓ પ્રત્યે વાત્સલ્યભાવે વર્ત છે, સ્ત્રી, ધન, (જમીન, જાયદાદ, સોનાચાંદી, રેકડાં નાણું વગેરે) અને સત્તાને ત્યાગી છે, તેને મારા નમસ્કાર છે.
નિશ્ચયે વ્યવહારે જે, સુસ્થિર છે સ્વરૂપમાં
સ્વ૫રશ્રેય સાધે છે, નમું સંતસમાજને. મારા
ભાવાર્થ: હવે એવા સંતની દષ્ટિ અંગે વર્ણવે છે. જે સંતસમાજ નિશ્ચય અને વ્યવહારે ભૌતિક વસ્તુઓ પ્રત્યે વિરકત અને નિઃસ્પૃહ થઈને માત્ર પોતાના આત્મસ્વરૂપમાં અથવા આત્મગુણામાં જ સ્થિર રહે છે તેમ જ એકાંગી-માત્ર પિતાની જ નહિ; પરંતુ સ્વ અને પર બંનેને કલ્યાણની સાધના કરે છે; તને મારાં નમસ્કાર છે.
સંતસંકલન યતિ, ફકીર, સંન્યાસી, જે પંથ ગ્રંથિથી પર: પ્રેરાઈ કાંતસંતોથી, ગૂંથે સંતસમાજને. ૧