________________
૧૯
વિવેક સાધના તંત્ર મંડલ ને સંઘ, એગ્ય અનુક્રમે રચી; ધર્માનુબંધથી , ધર્મમય સમાજને. ૧૮
ભાવાર્થ : અનુબંધોગી સંત સતત વિકશીલ હોય છે. તે તંત્ર (સ્વરાજ્ય સંસ્થા), મંડલ (જનસંસ્થા) અને સંઘ (જનસેવક સંસ્થા)-એ ત્રણેયને ય ક્રમે રચે છે અને એ બધાંયને ધર્માનુબંધ પરસ્પર જોડીને, તે અનુબંધ બગડવામાં એક કારણ જે ક્રમભંગ છે તે ન થાય, તેની કાળજી રાખે છે. એટલે જેનું સ્થાન જ્યાં અને જે ક્રમે છે, તેને ત્યાં અને તે ક્રમે સ્થાન આપે છે. આ રીતે સમાજને ધર્મમય બનાવવા એટલે કે સમાજનાં બધાં ક્ષેત્રો અને બધાં મુખ્ય અંગોમાં ધર્મને પ્રવેશ કરાવવા સતત મથે છે.