________________
ભાવાર્થ: એવા સંત કઈ ખાસ એક સાંપ્રદાયિક રીત સંગઠનમાં બ ધાયેલા હોતા નથી, પરંતુ એવા નોખા-જોખા ધર્મોના સમગુણવાળા સંતોનું સંકલન થઈ શકે છે. માટે જ કહે છે – જે યતિ, ફકીર, સંત, સંન્યાસી જે પંથની ગ્રંથિથી પર છે; સ્વસંપ્રદાયમોથી દૂર છે; તેઓ ક્રાંતિપ્રિય સંતાની પ્રેરણા મેળવીને એક યે ચાલતાં અને એક જ વિચારધારા એવં કાર્યપદ્ધતિને અનુસરનારા સંતસમાજની સાંકળમાં બંધાઈ જાય, અનુબંધિત થઈ જાય. એવો સંતસમાજ શી-શી આનુબંધિક પ્રવૃત્તિ કરે છે તે બતાવે છે :
અધ્યાત્મપ્રેરણું સંતો સૌ ધર્મના પ્રેરી; આધ્યાત્મિક સુભાવના;
સ્વ-સ્વધર્મે કરી પુષ્ટ, રોકે ધર્માન્તરે બધાં. મારા
ભાવાર્થ : એવા સર્વ ધર્મોના સંતા પોતપોતાના પરંપરાથી પ્રાપ્ત ધર્મ-સંપ્રદાયમાં આધ્યાત્મિક ભાવનાની પ્રેરણા આપે. એટલે કે પોતપોતાના ધર્મના અનુયાયીઓમાં આ ઐક્યની-સર્વે આત્માઓ સમાન છે; સવે માનવાત્માઓ પણ પોતાનો વિકાસ અને સુખશાંતિ ઝંખે છે; માટે અમે બધા પરમાત્માની સંતતિ છીએ, કોઈ કોઈના પ્રત્યે ધર્મ, જાતિ, સંપ્રદાય, પ્રાંત કે રાગ્રતા કટ્ટરતા અપનાવીને રાગદ્વેષ ન કરે, પોત પોતાને પ્રાપ્ત ધામના સાચા અર્થમાં આચરણ અને વ્યવહાર કરે; એવી સંભાવના જગાડે અને પોતપોતાના ધર્મમાં રહીને બધા પોતાને વિકાસ કરે, એ રીતની આત્મીયતાની ભાવના–
વામથી સુભાવનાની પ્રેરણ કરીને પુષ્ટ અને દઢ કરે; તેમ જ ધર્માન્તરો અને તેને લગતાં સંપ્રદાયાંતરા, વેષાંતરો કે ક્રિયાત્રાને થતા અટકાવે. આવી જ સાચા સંત તરફથી અધ્યાત્મિક પ્રેરણા લેવી જોઈએ.