________________
વિશ્વવત્સલ સંત હોય છે, તેથી તેમની દષ્ટિ માત્ર ભૌતિક વસ્તુ ઉપર (પ્રેયદૃષ્ટિ) નથી રહેતી. એ માટે જ તે શ્રેયાથી જનસેવકેસંતા પાસે વ્રત ગ્રહણ કરે છે; સંતે તેમને વતન પ્રકાશ આપીને તબદ્ધ કરે છે અને વ્રતનું આચરણ સહેલાઈથી થાય, તે માટે જનસેવન સંધની સાથે તેમને અનુબદ્ધ પણ કરે છે. સૂર્ય અને સૂર્યમુખી ફૂલનો જેમ પરસ્પર વાત્સલ્યાનુબંધ હોય છે, તમ સંત અને જનસેવકને પણ તેવો જ અનુબંધ હોય છે. સૂર્ય. મુખી ફૂલની દૃષ્ટિ જેમ સૂર્યની સમક્ષ જ રહે છે તેમ જનસેવકની દૃષ્ટિ પણ એવા સંતની સમક્ષ રહે છે. જૈન દૃષ્ટિએ એવા શ્રેયાથી વ્રતધારી સાધકોને શ્રમણોપાસક કહી શકાય. બીજી રીતે કહીએ તો એવા સેવકે સંતોના અંગરૂપ હોય છે; તેઓ સંતાના માર્ગદશનથી કેટલાંક જનસેવાનાં એવાં કામ કે જેમાં સંતાની મર્યાદા હોય છે, તેવાં કામોમાં પ્રત્યક્ષ ભાગ લે છે. જેમ સૂય દૂર રહીને જગતને અને સૂર્યમુખી ફૂલને પ્રકાશ આપે છે, તે પ્રકાશ પામીને જગત અને તે ફૂલ પણ પિતપોતાના કતવ્યમાં પ્રવૃત્ત થાય છે, તેવી જ રીતે સંત દૂર રહીને પ્રેરણા અને માર્ગદર્શનન-શ્રેયદષ્ટિના જ્ઞાનને પ્રકાશ આપે છે, તે પ્રકાશ પામીને જનતા અને જનસેવક પિતપોતાનાં કર્તવ્યકર્મમાં પિત પ્રવૃત્ત થતાં હોય છે. સૂર્યમુખી ફૂલ સૂર્યથી કદીય વિમુખ થતું નથી; તેમ જ જનસેવક પણ સંતરૂપી સૂર્યથી કદાચ વિમુખ થતા નથી. તેમની સાથે તે સતત અનુબંધ રાખે છે અને સંતની પ્રેરણાથી સમાજની સાથે પણ અનુબંધ સતત રાખે છે, જેથી તેની શ્રેયસાધના ઉત્તરોત્તર ફૂલની જેમ ક્રમેક્રમે વિકયે જાય છે.
નૈતિક સાધના સાગરે જેમ વતું કે, મંડલાકાર વિસ્તરે; નૈતિક મંડલે દ્વારા, સુનીતિ વિસ્તરે જગે. ૪