________________
અખંડ સત્ય સાધના
(ઉપજાતિ વૃત્ત) સમાજ સંસ્થા વળ વ્યાપ્ત વિષે,
વ્યષ્ટિ સમષ્ટિ મહીં સત્ય છે જે, તેમાં અહિંસા રહી નિત્ય સંગે, તે ક્રાંત સંતો જગને બતાવે. પાલા
-સંતબાલ ભાવાર્થ : એવા અનુબંધમાં ધર્મને આધાર તો મુખ્ય છે જ. અને તે ધર્મમાં સત્ય, અહિંસા, વિશ્વ વાત્સલ્ય, શ્રેય, નીતિ, સંયમ, શુદ્ધિ અને છેવટે મેક્ષલક્ષી જ્ઞાન–દશન ચારિત્ર વગેરેની સાધનાને સમાવેશ થાય છે. એટલે સૌથી પહેલાં વિશ્વાનુબંધી સત્યની સાધના અંગે કહે છે. વ્યક્તિ, સંસ્થા, સમાજ અને સમષ્ટિ એમ આખા વિશ્વમાં જે સત્ય છે તેમાં સદેવ અહિંસા સાથે રહે છે. કારણ કે વ્યક્તિથી માંડીને સમષ્ટિ સુધીનું અસ્તિરૂપ (સત્ય) અહિંસા વગર (પરસ્પર પ્રેમ વગર) ટકતું નથી. માટે જ વિશ્વમાં રહેલ સત્યની સાથે અહિંસા હંમેશાં રહી છે એ વાત ક્રાંતિપ્રિય સંત જગતને બતાવે છે. તાત્પર્ય એ છે કે અખંડ સત્યસાધના પણ વ્યક્તિથી માંડીને વિશ્વ સુધીના અનુબંધથી જ થાય છે.
વિધવાત્સલ્ય સાધના સંઘે અભ્યાસ વૈરાગ્ય, વ્રતશુદ્ધિ પ્રજતાં; વિકસે વિધવાત્સલ્ય, પોષક વિશ્વશાંતિને. મારા
ભાવાર્થ : વિશ્વવાત્સલ્યની અખંડ સાધના ક્રાંત દષ્ટિવાળા સાધુસંતો માટે છે. તે સાધના ત્યારે જ સફળ થઈ શકે, જ્યારે તે ક્રાંતિપ્રિય સાધુ પોતાનાં વ્રતનિયમોમાં તત્પર રહીને જ્યાં દેષ