________________
અનુબંધાષ્ટક સત્યાનુબંધ સંતમાં, ધર્માનુબંધ સેવકે; નીત્યાનુબંધ લેકમાં, ન્યાયાનુબંધ રાજ્યમાં.
ભાવાર્થ : અનુબંધને અર્થ અહીં ધ્યેયાનુકૂલ સંબંધ જાણો. એ દષ્ટિએ સત્યાનુબંધ એટલે આત્મલક્ષી પારમાર્થિક વ્યવહાર કે જે પૂર્ણતાની તરફ સાધકને લઈ જાય છે. તે અનુબંધ સાધુ-સંતોમાં હોય છે. તેમ જ જનસેવક કે જે આમપ્રજાને સંગઠનબદ્ધ કરીને ઘડે છે, તેને વ્યવહાર પિતાની અને સમાજની શુદ્ધતાને અનુલક્ષીને સામૂહિક હોય છે, એટલે તે ધર્માનુબંધ કહેવાય છે. વળી જે આમપ્રજાના નિતિક પાયા ઉપર રચાયેલાં સંગઠને છે, તેને વ્યવહાર ધર્મલક્ષી લોકનિતિક હેાય છે, એટલે તેને પુણ્યાનુબંધ નીત્યાનુબંધ કહીએ તો ચાલે; કારણ કે ધમમાં જીવનની શુદ્ધિ અને નિઃસ્વાર્થ ભાવે અહિંસાદિના પાલનની ભૂમિકા છે, જ્યારે પુણ્યમાં કાં તે રાહતકામની અથવા તો આફતને ટાણે દાન, પરોપકાર વગેરેની આપ-લેની ભૂમિકા છે. વર્તમાનયુગની ભાષામાં કહીએ તે ધમ, ક્રાંતિનાં કામોને વાહક છે, જ્યારે પુણ્ય મેટે ભાગે નીતિ અને રાહતનાં કામોનું વાહક છે. ત્યાર પછી છેલ્લે આવે છે રાજ્યસંગઠનને વ્યવહાર. મોટે ભાગે તે નીતિલક્ષી ન્યાયને હોય છે; એટલે રાજ્ય સંગઠનમાં ન્યાયાનુબંધ હે જોઈએ. જોકે નીતિ અને ન્યાય એ બંને ધમલક્ષી હેવાને લીધે બંનેને સમાવેશ ધમમાં થઈ જાય છે.