________________
અનુબંધોગ
વંદન અખન્ડમન્ડલાકારં વત્સલ ચાનુબન્ધિતમ્ | તત્પદં દશિતં યેન તમે શ્રીગુરવે નમઃ ૧i સવાત્સલ્યનુબન્ધ મલાકારે ન ખન્ડિતઃ | તદ્યોગો દશિત યેન વંદે તે વત્સલ ગુરુમ |
ભાવાર્થ : તે અનુબંધ વાત્સલ્યને સાથે લઈને થાય છે. વાત્સલ્ય વગરને જે અનુબંધ હશે તેમાં રાગ, મોહ, આસક્તિ કે સ્વાર્થને અંશ હશે. વળી તે અનુબંધ ક્રમશઃ એક પછી એક મંડલ (વતુળ)ને લઈને થાય છે. એટલે કે સૌથી પહેલાં નાનું વર્તુળ રાજ્યનું હશે, ત્યાર પછી લોકસંગઠનનું, તે પછી લેકસેવકનું અને છેલ્લે સૌની ચારે બાજુ ફરતું અનુબંધનું વર્તુળ રચીને પિતે અનુબંધિત થયેલ સાધુસંતવર્ગનું વર્તુળ હશે. માટે જ અનુબંધ મંડળાકાર હોય છે, અને તે અખંડ હોય છે. ખંડિત થયા પછી અનુબંધ ખરે અનુબંધ રહેતે નથી. કાં તો તે તૂટી જાય છે અથવા તે બગડી જાય છે. આ બંને દશાઓ અનુબંધની વિકૃતિની છે.
આવો અનુબંધોગ જેમણે શીખ – ઉપદેશ્યો છે, તેવા. વાત્સલ્યમૂતિ ગુરુદેવને મારાં વંદન છે.