________________
માટે પાયા જેવી હેવાથી એના પર પ્રારંભમાં જ વિવેચન રજ કરેલ છે.
સંતબાલજી મહારાજના સાનિધ્યમાં અનુબંધાષ્ટક રચાયું એ પછી મહારાજશ્રીએ તે પૂ. નેમિચંદજી મહારાજશ્રીને કહ્યું. એમણે પ્રત્યેક કડી પર સરલ સમજણ આપતું વિવેચન આપી આખા વિષયની સુંદર છણાવટ કરી છે. માટુંગા સંત-સેવક શિબિરમાં રજૂ થયેલ “અનુબંધ વિચારને દસ પુસ્તકો દ્વારા સંપાદિત કરી તેને શાસ્ત્રીય આધાર આપવામાં નેમિચંદ્રજી મહારાજનો જ મુખ્ય દેણગી છે, એટલે અનુબંધાષ્ટને એમના ભાગે વધારે શાસ્ત્રીય અને રસમય બનાવેલ છે. આવી સુંદર અભિવ્યક્તિ આપવા માટે વંદામિ, નમંસામિ-સક્કારેમિ, સમાણેમિ-પૂર્વક વંદણા.
દુલેરાય માટલિયા