________________
ઉત્તરાધ્યયન સૂત્ર વિશેષતા કશીયે નથી. ચંડાલપુત્ર હરિકેશ સાધુ; કે જેની આવી મહા પ્રભાવશાળી સમૃદ્ધિ છે !' ચંડાલપુત્ર હરિકેશ સાધુને જોઈને સૌ એકી અવાજે આશ્ચર્યચકિત થઈ ઉપર પ્રમાણે બોલવા લાગ્યા.
તપસ્વીજી કહે છે : ૩૮. હે બ્રાહ્મણો ! અગ્નિનો આરંભ કરીને પાણીથી બહારની શુદ્ધિને શા માટે શોધી રહ્યા છો ? જે બહારની શુદ્ધિ છે તે આત્મશુદ્ધિનો માર્ગ જ નથી. મહાપુરુષો કહે છે કે :
૩૯. દ્રવ્યયજ્ઞમાં દાભડાને; (યૂપ) લાકડાના ખીલાને, તૃણ, કાષ્ઠ તથા અગ્નિને, તેમજ સવાર અને સાંજ પાણીને સ્પર્શ કરતા એવા મંદ પ્રાણીઓ તમો વારંવાર નાના જીવોને દુઃખ આપીને પાપ જ કર્યા કરો છો.
૪૦. હે ભિક્ષુ ! અમે કેમ વર્તીએ? કેવું યજ્ઞપૂજન કરીએ ? વળી કેવી રીતે પાપોને દૂર કરીએ ? હે સંયમી ? તે અમોને જણાવો. હે દેવપૂજ્ય ! કઈ વસ્તુને જ્ઞાનીજનો યોગ્ય માને છે ?
૪૧. છ કાય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ) જીવોની હિંસા નહિ કરનારા, કપટ તથા અસત્યને નહિ આચરનારા, માયા (કપટ) અને અભિમાનથી દૂર રહેનારા તથા પરિગ્રહ અને સ્ત્રીઓની આસક્તિથી ડરનારા દાન્ત પુરુષો હોય છે તે જ વિવેકપૂર્વક વર્તે છે.
૪૨. અને પાંચ ઇંદ્રિયોનું નિયમન કરનારા, જીવિતની પણ પરવા નહિ કરનાર અને કાયાની આસક્તિથી રહિત એવા મહાપુરુષો, બહારની શુદ્ધિની દરકાર ન કરતાં ઉત્તમ અને મહાવિજયી ભાવયજ્ઞને જ આદરે છે.
૪૩. તમારું જ્યોતિ શું ? અને જયોતિનું સ્થાન શું ? તમારી કડછીઓ કઈ ? અને અગ્નિ પ્રદીપન કરનારું શું ? તમારાં લાકડાં ક્યાં ? અને તે ભિક્ષુ ! તમારા શાંતિમંત્ર કયા ? કેવા યજ્ઞથી આપ યજન કરો છો ? (આ પ્રમાણે બ્રાહ્મણો બોલ્યા.)
૪૪. તપ એ જ અગ્નિ છે. જીવાત્મા અગ્નિનું સ્થાન છે. મન, વચન અને કાયાના યોગ રૂપ કડછી છે. અગ્નિને દીપ્ત કરનારું સાધન શરીર છે. કર્મરૂપી લાકડાં છે. સંયમરૂપ શાંતિમંત્ર છે. તેવી રીતે પ્રશસ્ત ચારિત્રરૂપ યજ્ઞ વડે જ હું યજન કરું છું તે જ યજ્ઞને મહર્ષિજનોએ ઉત્તમ ગણ્યો છે.
૪૫. તમારો સ્નાન કરવાનો હૃદ (કુંડ) કયો ? (સંસારમાંથી તરવાનું) તમારું પુણ્યક્ષેત્ર કયું ? અને ક્યા સ્નાન કરીને તમે કર્મરજને ટાળો છો