________________
હરિકેશીય
૬૭
તે કહો. આપની પાસે જાણવાને ઇચ્છીએ છીએ. (આ પ્રમાણે બ્રાહ્મણ બોલ્યા.)
૪૬, ધર્મરૂપી હૃદ (કુંડ) છે. બ્રહ્મચર્યરૂપી પુણ્યતીર્થ છે. આત્માના પ્રસન્ન ભાવથી વિશુદ્ધ ધર્મના કુંડમાં નાહેલો હું શાંત થઈને કર્મદોષને દૂર કરું છું.
૪૭. એવું સ્નાન જ કુશળ પુરુષોએ કર્યું છે. અને ઋષિઓએ તે જ મહાસ્નાનને વખાણ્યું છે. જેમાં નાહેલા પવિત્ર મહર્ષિઓ નિર્મળ થઈને (કર્મ રહિત થઈને) ઉત્તમ સ્નાન (મુક્તિ)ને પામ્યા છે.
નોંધ : હૃદયનું પરિવર્તન ચારિત્રની ચિનગારીથી થાય છે. જ્યાં ચારિત્રની સુવાસ મહેકે છે ત્યાં મલિન વૃત્તિઓ નાશ પામે છે. ક્ષણવારમાં પ્રબળ વિરોધકોને સેવકરૂપ બનાવી દે છે. જ્ઞાનનાં મંદિરો ચારિત્રનાં નંદનવનથી જ શોભે છે. જાતિ અને કાર્યના નીચ ઊંચ ભાવો ચારિત્રના સ્વચ્છ પ્રવાહમાં સાફ થઈ જાય છે. ચારિત્ર્યનાં પારસ કૈક લોખંડોને સુવર્ણ રૂપમાં પલટી મૂકે છે.
એ પ્રમાણે કહું છું.
એમ હરિકેશીય નામનું બારમું અધ્યયન સમાપ્ત થયું.