________________
હરિકેશીય
૬૫ ૩૧. હે વંદનીય ! અજ્ઞાની, મૂર્ખ અને મંદ બુદ્ધિવાળા બાળકોએ આપની જે અસાતના દુ:ખ-વેદના) કરી છે તે બધું માફ કરો. આપના જેવા ઋષિ પુરુષો મહાદયાળુ હોય છે. ખરેખર તે કદી કોપ કરતા જ નથી.
પોતાનું કાર્ય કરી દેવો ચાલ્યા ગયા. ત્યારબાદ મુનિશ્રી સાવધાન થઈ આ દશ્ય જોઈ વિસ્મિત બની જાય છે. અને વિનવતા બ્રાહ્મણોને
કહે છે કે૩૨. આ બનાવની પૂર્વે, પછી કે હમણાં પણ મારા મનમાં લેશમાત્ર કોપ કે દ્વેષ નથી. પરંતુ આ બધું જોયા પછી મને લાગે છે કે, ખરેખર જે દેવો (મારી અનિચ્છાએ પણ) સેવા કરે છે. તેઓ વડે જ આ કુમારો બિચારા હણાયા છે.
નોંધ : જેનદર્શનમાં સહનશીલતાનાં જ્વલંત દષ્ટાંતો છે. ત્યાગી પુરુષની ક્ષમા તો મેરૂ જેવી અડગ હોય છે. તેમાં કોપ કે ચંચળતા આવતાં જ નથી. કુમારોની આ દશા જોઈ ઋષિરાજને અનુકંપા આવે છે. યોગીપુરુષો અન્યને દુઃખ આપતા નથી તેમ જોઈ પણ શકતા નથી.
૩૩. (સાચું સ્પષ્ટીકરણ થયા બાદ એ બ્રાહ્મણને ઘણી જ ઉત્તમ પ્રકારની અસર થાય છે. તે કહે છે કે) : પરમાર્થ અને સત્યના સ્વરૂપને જાણનાર ! મહાજ્ઞાની આપ કદી ગુસ્સે થાઓ જ નહિ. સર્વ જનસમૂહ સાથે અમે બધાં આપના ચરણોનું શરણ માગીએ છીએ.
૩૪. હે મહાપુરુષ ! આપની સર્વ પ્રકારે (બહુમાનપૂર્વક) પૂજા કરીએ છીએ. આપમાં એવું કશું દેખાતું નથી કે જેને ન પૂજીએ. હે મહા મુનિરાજ ! ભિન્નભિન્ન પ્રકારનાં શાક, રાઈતાં અને ઉત્તમ પ્રકારના ચોખાથી સંસ્કારાયેલું આ ભોજન આપ (પ્રસન્નતાપૂર્વક) જમો (સ્વીકારો).
૩૫. આ મારું પુષ્કળ ભોજન પડ્યું છે. અમારા પર કૃપા કરીને આપ સ્વીકારો. (આવી અંતઃકરણની પ્રાર્થના સાંભળીને) તે મહાત્મા માસ ખમણ એક માસના ઉપવાસ)ને પારણે તે ભોજનને સહર્ષ સ્વીકારે છે.
૩૬. તેવામાં જ ત્યાં સુવાસિત જળ, પુષ્પો તથા ધનની ધારા બંધ આકાશથી દિવ્ય વૃષ્ટિ થવા લાગી. દેવોએ ગગનમાં દુંદુભિ વગાડી અને અહો ! દાન અહો ! દાન' એમ દિવ્યધ્વનિ થવા લાગ્યો. નોંધ : દેવોએ વરસાવેલાં પુષ્પ તથા જલધારાઓ અચેત હોય છે. ૩૭. “ખરેખર દિવ્યતાની આ પ્રત્યક્ષ વિશેષતા દેખાય છે. જાતિની