________________
હરિકેશીય
૨૦. તેવા સમયે સુંદર અંગવાળી કૌશલિક રાજાની પુત્રી (નામ) ભદ્રા તે સ્થળે હણાતા તે સંયમીને જોઈને કોપિત થયેલા કુમારોને તુરત જ શાંત પાડે છે. (અને કહે છે:)
૨૧. દેવના અભિયોગે કરીને (દૈવી પ્રકોપ શાંત પાડવા માટે) વશ થયેલા, પિતાશ્રી વડે (દેવનો પ્રભાવ જે શરીરમાં હતો તે) મુનિને હું અર્પણ કરાયેલી હતી. છતાં અનેક મહારાજાઓ અને દેવેન્દ્રોથી પણ વંદાયેલા આ ઋષિરાજે મારું મનથી પણ ચિંતન ન કર્યું અને તુરત જ (શુદ્ધિ આવ્યા પછી) મને વમી દીધી હતી.
નોંધ : આ ભદ્રાએ સરળભાવથી મંદિરમાં ધ્યાનસ્થ રહેલા મુનિશ્વરનું અપમાન કરેલું તેનો બદલો લેવા તેના જ શરીર સાથે (મુનિ શરીરમાં પ્રવેશ કરી દેવે) લગ્ન કરાવ્યું હતું. પરંતુ મુનીશ્વર જ્યારે ધ્યાન પાળી સ્વસ્થ થયા કે શીધ્ર પોતે સંયમી છે તેની પ્રતીતિ આપી, એ બાળાની શાંતિ ઇચ્છી તેને મુક્ત કરી મૂકી હતી.
૨૨. ખરેખર અપૂર્વ બ્રહ્મચારી, જિતેન્દ્રિય, સંયમી અને ઉગ્ર તપસ્વી તેવા આ પોતે તે જ મહાત્મા છે કે જેણે, મારા પિતા કૌશલિક રાજા વડે (પછીથી) સ્વઇચ્છાથી અપાતી એવી મને ન સ્વીકારી.
નોંધ : અપ્સરા સમી સ્વરૂપવાન યુવતી સ્વયં મળવા છતાં તેના પર લેશ માત્ર મનોવિકાર ન થવો અને પોતાના સંયમ માર્ગમાં અડોલ રહેવું તે જ સાચા ત્યાગની, સાચા સંયમની અને સાચા આત્મદર્શનની પ્રતીતિ છે.
૨૩. આ મહાપ્રભાવશાળી, મહાપુરુષાર્થી મહાન વ્રતધારી અને ઉત્તમ કીર્તિવાળા મહાયોગી પુરુષ છે. તેને અવગણવા યોગ્ય નથી. રે એની અવગણના ન કરો. રખે તો બધાને પોતાના તેજથી તે ભસ્મ કરી નાખશે
૨૪. આવાં ભદ્રાનાં સુમધુર વચન સાંભળીને (વાતાવરણ પર અસર થાય તે પહેલાં તો) તુરત જ દેવો ઋષિની સેવા માટે આવી લાગ્યા. અને કુમારોને નિવારવા લાગ્યા. (પણ કુમારો માન્યા નહિ.)
નોંધ : આ સ્થળે પરંપરા એ પણ ચાલે છે કે અહીં ભદ્રાના પતિ સોમદેવે એ કુમારોનું વારણ કર્યું હતું અને દેવો વારણ કરે તે કરતાં આમ થવું વધુ સંભવિત છે. પણ મૂળ પાઠમાં નવા શબ્દ હોવાથી અર્થ તેવો જ રાખ્યો છે.
૨૫. અને તે જ વખત આકાશમાં રહેલા ભયંકર રૂપવાળા રાક્ષસો ત્યાં આ સમૂહને અદેશ્ય રહી મારવા લાગ્યા (પ્રબળ મારથી) જેનાં શરીર ભેદાઈ