________________
૬ ૧
હરિકેશીય
નોંધ : મુનિનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, ઇત્યાદિ સાધનોને ઉપધિ તથા ઉપકરણો કહેવાય છે.
૫. જાતિમદથી ઉન્મત થયેલા, હિંસામાં ધર્મ માનનારા, અજિતેન્દ્રિય અને અબ્રહ્મચારી (બ્રહ્મચર્યને યથાર્થ ન પાળનારા) મૂર્ખ બ્રાહ્મણો આ વચનને કહેવા લાગ્યા :
૬. દૈત્ય જેવા રૂપને ધરનાર, કાળ જેવો ભયંકર, બેઠેલા નાકવાળો, જીર્ણવઢવાળો અને મલિનતાથી પિશાચ જેવો દેખાતો આ ગળે વસ્ત્ર વીંટાળીને કોણ ચાલ્યો આવે છે ? (તે લોકોએ આ પ્રમાણે મનમાં વિચાર્યું).
હવે મુનિને સંબોધીને કહે છે : ૭. રે ! આવો અદર્શનીય (ન જોવા લાયક) તું કોણ છે ? અને કઈ આશાથી અહીં આવ્યો છે ? જીર્ણ વસ્ત્ર અને મેલથી પિશાચરૂપ થયેલો તું અહીંથી જા. અહીં શા માટે ઊભો છે ?
૮. આ જ વખતે તે મહામુનિનો અનુકંપક (પ્રેમી) તિન્દુક વૃક્ષવાસી યક્ષ (દવ) પોતાના શરીરને ગુપ્ત રાખીને (મુનિના શરીરમાં પ્રવેશ કરીને) આ વચનો કહેવા લાગ્યો :
નોંધ : જે દેવ એ મહામુનિનો સેવક બન્યો હતો તેણે મુનિશ્રીના શરીરમાં પ્રવેશ કર્યો.
૯. હું સાધુ છું. બ્રહ્મચારી છું. સંયમી છું. ધન પરિગ્રહ અને દૂષિત ક્રિયાઓથી વિરક્ત થયો છું. અને તેથી જ બીજાઓ માટે થયેલી ભિક્ષા જોઈને આ વખતે અન્નને માટે અહીં આવ્યો છું.
નોંધ : જૈન સાધુઓ બીજાને માટે થયેલી ભિક્ષા જ ગ્રહણ કરે છે. પોતાને માટે તૈયાર કરેલા આહારને સ્વીકારતા નથી.
૧૦. તમારું આ ભોજન ઘણું અપાય છે, ખવાય છે અને ભોગવાય છે. માટે બાકી વધેલું થોડું આ તપસ્વી પણ ભલે મેળવે. કારણ કે હું ભિક્ષાજીવી છું એમ તમે જાણો.
૧૧. (બ્રાહ્મણો બોલ્યા : આ ભોજન બ્રાહ્મણોને માટે જ તૈયાર થયું છે. અહીં એક બ્રાહ્મણ પક્ષ માટે જ તે સિદ્ધ થયું છે. અમે આવું અન્નપાન તને નહિ આપીએ. શા માટે અહીં ઊભો છે ?
૧૨. ઉચ્ચભૂમિમાં કે નીચ ભૂમિમાં (બંને સ્થળે) કૃષિકારો આશાપૂર્વક યોગ્યતા જોઈ બીજ વાવે છે. એ શ્રદ્ધાથી મને આપો. અને આ ખરેખર