________________
૬૦
ઉત્તરાધ્યયન સૂત્ર તે જ સમયે મુનિના દેહમાથી દેવ અદેશ્ય થયો. તપસ્વી સાવધ થયા અને આ બધી ધમાલ જોઈ વિસ્મિત બની ગયા. અંતે પોતાના આકરા સંયમની અને અપૂર્વ ત્યાગની પ્રતીતિ આપી એ મહાયોગીએ ત્યાંથી પ્રયાણ કર્યું.
ત્યારબાદ આ ભદ્રાદેવીના સોમદેવ નામના પુરોઘસ સાથે લગ્ન થયાં છે. તે દંપતી બ્રાહ્મણો પાસે કુળ પરંપરા મુજબ મહાયજ્ઞ કરાવે છે. યજમાનરૂપે એ દંપતી ત્યાં મંત્ર જાપાદિ ક્રિયા કરી રહ્યાં છે.
ગામ, નગર, શહેરાદિ સર્વ સ્થળે અભેદભાવે વિચરતા એ વિશ્વોપકારક, મહામુનિ તે જ યજ્ઞશાળામાં એક માસની તપશ્ચર્યાને પારણે ભિક્ષાર્થે પધાર્યા છે. ત્યાં અપરિચિત બ્રાહ્મણો પ્રથમ તેમનો ઉપહાસ, અપમાન અને તિરસ્કાર કરે છે. ભિક્ષાને બદલે દંડો લઈ સામે મારવા દોડે છે. આવા કપરા વખતમાં એ તિન્દુકદેવ હાજર થઈ શું કરે છે? ભદ્રાદેવીને જાણ થયા પછી તેને શી અસર થા છે ? આખું વાતાવરણ તપશ્ચર્યાના પ્રભાવે કેવું સુવાસિત બને છે? તે આ અધ્યયનમાં વર્ણવ્યું છે.
જાતિનાં વિધાન પદ માટે નથી. વર્ણવ્યવસ્થા કર્મ પ્રમાણે નિયત થઈ હતી. તેમાં ઊંચ નીચના ભેદોને સ્થાન ન હતું. જ્યારથી ઊંચ નીચના ભેદોને સ્થાન મળ્યું ત્યારથી તે વ્યવસ્થા મટી તિરસ્કાર અને અભિમાનના પુંજોમાં પલટી ગઈ.
ભગવાને જાતિવાદનાં ખંડન કર્યા. ગુણવાદને સમજાવ્યો. અભેદભાવનાં અમૃત પાયાં અને દીન, હીન અને પતિત જીવોનો ઉદ્ધાર કર્યો.
ભગવાન સુધર્મસ્વામીએ જંબૂને કહ્યું : ૧. ચંડાલકુળમાં ઉત્પન્ન થયેલા છતાં ઉત્તમગુણને ધારણ કરનારા હરિકેશ બલ નામના એક જિતેન્દ્રિય ભિક્ષુ થયા હતા. - ૨. (૧) ઇર્યા, (૨) ભાષા, (૩) એષણા, (૪) આદાન, ભંડ નિક્ષેપ અને (૫) ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંધાણ પારિઠાવણીયા એમ પાંચે સમિતિઓમાં સંયમી તથા સુસમાધિપૂર્વક યત્નોવાળા
૩. મનથી, વચનથી અને કાયાથી ગુપ્ત અને જિતેન્દ્રિય તે ભિક્ષુ ભિક્ષા માટે બ્રહ્મયજ્ઞમાં યજ્ઞવાડે આવીને ઊભા રહ્યા .
૪. તપથી સૂકાયેલા અને જીર્ણ ઉપધિ (વસ્ત્ર વગેરે) અને ઉપકરણ (પાત્ર વગેરે) વાળા મુનિને આવતા જોઈને અનાર્યપુરુષો હસવા લાગ્યા.