________________
બહુશ્રુતપૂજ્ય
પપ
અધ્યયન : અગિયારમું
બહુશ્રુતપૂજ્ય
જ્ઞાન એટલે આત્મપ્રકાશ. આ પ્રકાશ દરેક આત્મામાં ભર્યો છે. માત્ર તેનાં આવરણો નીકળી જવાં જોઈએ અને ઘટનાં દ્વારો ઊઘડી જવાં જોઈએ. શાસ્ત્રોનો અભ્યાસ શોધ માટે છે એમ જાણી તત્ત્વજ્ઞ પુરુષો શાસ્ત્રોને ભણ્યા પછી ભૂલી જાય છે.
અહંકાર એ જ્ઞાનની અર્ગલા છે. અહંકાર ગયો કે ખજાનો ખુલ્યો સમજવો. જ્ઞાનીની પરીક્ષા શીલ (આચાર વિચાર)થી થાય છે. શાસ્ત્રોથી નહિ.
ભગવાન બોલ્યા : ૧. સંયોગ (આસક્તિથી) વિશેષ કરીને મુકાયેલા અને ગૃહત્યાગી ભિક્ષુના આચારને ક્રમપૂર્વક પ્રકટ કરીશ. મને સાંભળો.
૨. જે વૈરાગી બનીને માની, લોભી, અસંયમી અને વારંવાર વિવાદ કરનાર હોય છે, તે અવિનીત અને અબહુશ્રુતી (અજ્ઞાની) કહેવાય છે.
૩. જે પાંચ સ્થાનોથી શિક્ષા (જ્ઞાન) નથી મળી શકતી તે પાંચ સ્થાનો આ પ્રમાણે છે : માન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આલસ્ય (આળસ). - ૪,૫. વારંવાર (૧) હાસ્ય કીડા ન કરનાર, (૨) સદા ઇન્દ્રિયોનું દમન કરનાર, (૩) મર્મ (કોઈનાં છિદ્રો)ને ઉઘાડાં ન કરનાર, (૪) સદાચારી, (૫) અનાચાર, (૬) અલોલુપી, (૭) ક્રોધ નહિ કરનાર અને (૮) સત્યમાં અનુરક્ત રહેનાર જ શિક્ષાશીલ (જ્ઞાની) કહેવાય છે. શિક્ષાશીલનાં આ સ્થાનો છે.
નોંધ : શાંતિ, ઈદ્રિયદમન, સ્વદોષદૃષ્ટિ, બ્રહ્મચર્ય, અનાસક્તિ, સત્યાગ્રહ અને સહિષ્ણુતા. આ આઠ લક્ષણો જેનામાં હોય તે જ જ્ઞાની છે. માત્ર શાસ્ત્રો ભણ્ય જ્ઞાની બનાતું નથી.
૬. નીચેનાં ચૌદ સ્થાનોમાં રહેલો સંયમી અવિનીત (અજ્ઞાની) કહેવાય છે. અને તે મુક્તિ પામી શકતો નથી.
નોંધ : અહીં અવિનીતનો અર્થ અકર્તવ્યશીલ થાય છે. તેથી ચાલુ પ્રકરણાનુસાર અજ્ઞાની પણ કહી શકાય.