________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૭. (૧) વારંવાર કોપ કરે છે, (૨) પ્રબંધને કરતો હોય છે, (૩) મિત્રભાવ કરીને વારંવાર વમી દે છે અને (૪) શાસ્ત્ર ભણીને અભિમાની બને છે.
નોંધ : એક બીજાઓની ખાનગી વાતો બીજા પાસે પ્રગટ કરવી તેને પ્રબંધ કહેવામાં આવે છે.
૮. (૫) જે ભૂલ કર્યા પછી પણ ન નિવારતાં ઢાંક્યાં કરે છે. (૬) મિત્રો ઉ૫૨ પણ કોપ કરે છે. (૭) વહાલા એવા મિત્રજનનું પણ એકાંતમાં બૂરું બોલે છે.
૯. તેમજ (૮) અતિ વાચાળ, (૯) દ્રોહી, (૧૦) અભિમાની, (૧૧) લોભી, (૧૨) અસંયમી, સાથેના માણસો કરતાં, (૧૩) અધિક ભોગવનાર અને (૧૪) અપ્રીતિ (શત્રુપણું) કરનાર હોય છે તે અવિનયી કહેવાય છે. ૧૦. નીચેનાં પંદર સ્થાનો વડે સુવિનીત કહેવાય છે. (૧) નીચવર્તી (નમ્ર) (૨) અચપલ (૩) અમાયી (સરલ) (૪) અકુતૂહલી (ક્રીડાથી દૂર રહેનાર)
૫૬
નોંધ : નીચવર્ણી-હું કંઈ જ નથી તેવી ભાવના.
૧૧. વળી જે (૫) પોતાની નાની ભૂલને પણ દૂર કરે છે, (૬) ક્રોધ (કષાય)ની વૃદ્ધિ કરે તેવા પ્રબંધને કરતો નથી, (૭) સર્વ સાથે મિત્રભાવને ભજે છે, (૮) શાસ્ત્ર ભણીને અભિમાન કરતો નથી.
૧૨. (૯) તેમજ પાપની ઉપેક્ષા કરતો નથી, (૧૦) મિત્રો (સાથી) પર કોપ કરતો નથી, (૧૧) અપ્રિય એવા મિત્રનું એકાંતમાં પણ કલ્યાણકારી જ બોલે છે.
૧૩. (૧૨) કલહ અને ડમર વગેરે ક્રીડાનું વર્જન કરનાર, (૧૩) જ્ઞાનયુક્ત, (૧૪) ખાનદાન, (૧૫) સંયમની લજ્જાવાળો તથા સંયમી હોય છે તે સુવિનીત કહેવાય છે.
નોંધ : ડમર એ એક પ્રકારની હિંસક ક્રીડા છે.
૧૪. જે હંમેશાં ગુરુકુળમાં રહી યોગ અને તપશ્ચર્યા કરે છે, મધુર બોલનાર અને શુભ કરનાર હોય છે તે શિક્ષા (જ્ઞાન) મેળવવાને લાયક છે.
૧૫. જેમ શંખમાં પડેલું દૂધ બે પ્રકારે શોભે છે તે જ પ્રકારે (જ્ઞાની) ભિક્ષુ ધર્મ- કીર્તિ અને શાસ્ત્ર બંને વડે (પ્રકારે) શોભે છે.
નોંધ : શંખમાં પડેલું દૂધ દેખાવમાં સૌમ્ય લાગે છે તેમ બગડતું પણ નથી. તે જ રીતે જ્ઞાનીનું શાસ્ત્ર બહારથી પણ સુંદર રહે છે અને