SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮. હે ક્ષત્રિય ! લા મહર, ગાંઠડી છોડનાર, તસ્કર અને બહારવટીઆઓને નિવારીને તથા નગરનું કલ્યાણ કરીને પછી જા. ૨૯. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : ૩૦. ઘણીવાર મનુષ્યો નિરર્થક દંડને (હિંસાને) યોજે છે. આવા સ્થળે ગુનો નહિ કરનારા વિના વાંકે બંધાઈ જાય છે ત્યારે ગુનેગાર (ઘણીવાર) છૂટી જાય છે. નોંધ : વિશેષે કરીને દુષ્ટમન કે દુષ્ટ વાસના જ ગુનો કરાવે છે. પરંતુ તેને કોઈ દંડ આપતું નથી. ઈદ્રિયો અને શરીર દંડાય છે. આ નિરર્થક દંડ છે. દુષ્ટ વાસનાઓને દંડવી એ જ સાચો દંડ છે તેને જ દંડવા માટે કોશિશ કરવી જોઈએ. ૩૧. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલો દેવેન્દ્ર નમિરાજર્ષિ પ્રતિ આ પ્રમાણે બોલ્યો : - ૩૨. હે ક્ષત્રિય ! હે નરાધિપ ! કેટલાક રાજાઓ કે જે તને નમ્યા નથી તેઓને વશ કરીને પછી જા. ૩૩. આ અર્થને સાંભળીને વળી હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું : - ૩૪. દશલાખ સુભટને દુર્જય સંગ્રામમાં જીતવા કરતાં એક જ માત્ર આત્માને જીતવો તે ઉત્તમ છે અને સાચી જીત છે. નોંધ : બહારના યુદ્ધમાં લાભો સુભટને એકલા હાથે જીતનારને પણ જૈનશાસન વીર નથી ગણાવતું. કારણ કે તે સાચી જીત નથી, પણ હાર છે. જો એક પોતાના જ આત્માને જીતી લે તો તે સાચો વિજય છે. ૩પ. આત્મા સાથે જ યુદ્ધ કરો, બહારના યુદ્ધથી શું વળવાનું છે ? શુદ્ધ આત્માથી દુષ્ટપ્રકૃતિવાળા આત્માને જીતીને સુખ મેળવી શકાય છે. નોંધ : વિષય ઘણો વિચારણીય અને ગંભીર છે માટે ખૂબ વિચારવું. ૩૬. પાંચ ઇંદ્રિયો, ક્રોધ, માન, માયા અને લભ તથા દુર્જય એવા આત્માને જીતવો એ ઉત્તમ છે, કારણ કે આત્મા જીત્યો કે સર્વ જિતાયું. ૩૭. આ અર્થન સાંભળીને હતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને આમ કહ્યું : ૩૮. હે ક્ષત્રિય ! મોટા મોટા યજ્ઞો કરીને, તાપસ, શ્રમણી અને બ્રાહ્મણોને જમાડીને, દાન કરીને, ભોગવીને તથા યજન કરીને પછી જ જા.
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy