SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : મિથિલાનાં નગરજનોને પક્ષીઓરૂપ અને નમિરાજને વૃક્ષરૂપ બતાવ્યા છે. ૧૧. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર ત્યારબાદ નમિરાજર્ષિને સંબોધીને આ વચન બોલ્યો : ૧૨. હે ભગવન્! આ અગ્નિ અને (તેમાં મદદ કરનાર) વાયુ આ મંદિરને બાળી રહ્યો છે. અને તેથી (તમારું) અંતઃપુર પણ બળી રહ્યું છે. તેની શા માટે તે તરફ જોતા નથી ? ૧૩. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા મિરાજર્ષિ દેવેન્દ્ર પ્રતિ આ વચન બોલ્યા : ૧૪. જેનું ત્યાં (મિથિલામાં) કંઈ પણ છે જ નહિ તેવા અમે સુખેથી રહીએ છીએ અને સુખે કરીને જીવીએ છીએ. (તેથી હે બ્રાહ્મણ !) મિથિલા બળવા છતાં મારું બળતું નથી : ૧૫. કારણ કે સ્ત્રીપુત્ર પરિવારથી મુક્ત થયેલા અને સંસારના વ્યવહારથી પર થયેલા ભિક્ષુને કંઈ પ્રિય પણ નથી અને કંઈ અપ્રિય પણ નથી. નોંધ : જ્યાં આસક્તિ છે ત્યાં જ તેષ છે, દ્વેષ છે ત્યાં અપ્રિયતા છે. જો પ્રિયતાનો નાશ થયો તો અપ્રિયતા સહેજે સમાઈ જાય અને એ બંને વિરમે કે દુઃખમાત્ર ગયું. કારણ કે દુઃખની લાગણી તેવા ભાવને લઈને જ થાય છે. ૧૬. ગૃહસ્થાશ્રમથી પર થયેલા એવા ત્યાગી અને સર્વ જંજાળથી મુક્ત થઈ એકાન્ત (આત્મ) ભાવને જ અનુસરનારા ભિક્ષુને ખરેખર દરેક સ્થળે બહુ આનંદ હોય છે. નોંધ : રોગ બધો હૃદયમાં છે. હૃદયશુદ્ધિ થઈ ને સંતોષ જાગ્યો કે તુરત જ કલ્યાણ અને મંગળના દરેક સ્થળે દર્શન થવાનાં. ૧૭. આ અર્થને સાંભળીને હતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર ત્યારબાદ નમિરાજર્ષિને ઉદ્દેશીને આ પ્રમાણે બોલ્યો : ૧૮. હે ક્ષત્રિય ! કિલ્લો, ગઢનો દરવાજો, ખાઈઓ અને સેંકડો સુભટને હણી નાખે તેવું યંત્ર (તોપ જેવું યંત્ર) બનાવીને પછી જા. નોંધ : તું તારા ક્ષત્રિય ધર્મને પહેલાં સંભાળી પછી ત્યાગીના ધર્મને સ્વીકાર. જો પહેલા ધર્મને ચૂકીશ તો આગળ કેમ વધી શકીશ ? ૧૯. ત્યારબાદ આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું.
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy