________________
૪૦
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : નવમું
નમિપ્રવજ્યા નમિરાજર્ષિનો ત્યાગ
મિથિલાના મહારાજા નિમિરાજ દાધજ્વરની દારુણ વેદનાથી પીડાતા હતા. તે વખતે મહારાણીઓ તથા દાસીઓ ખૂબ ચંદનો ઘસી રહી હતી. હાથમાં પહેરેલી ચૂડીઓ પરસ્પર અફળાવાથી જે અવાજ ઉત્પન્ન થતો હતો તે મહારાજાના કર્ણ પર અથડાઈ વેદનામાં વધારો કરતો હોવાથી મહારાજાએ મંત્રીશ્વરને કહ્યું: ‘આ ઘોંઘાટ અસહ્ય છે. તેને બંધ કરો.” ચંદન ઘસનારાઓએ માત્ર હસ્તમાં એકેક ચૂડી સૌભાગ્યચિહ્ન રૂપ રાખી બધું દૂર કર્યું કે તુરત જ અવાજ બંધ થયો.
થોડીવારે નમિશ્વરે પૂછ્યું : “કેમ કાર્ય પૂર્ણ થયું ?' મંત્રી : ના જી. નમિશ્વર : ‘ત્યારે અવાજ શાથી બંધ થયો ?'
મંત્રીએ ઉપરની હકીકત જણાવી. તે જ ક્ષણે પૂર્વયોગીના હૃદયમાં આકસ્મિક અસર થઈ ગઈ. તેણે વિચાર્યું કે જ્યાં બે છે ત્યાં જ ઘોંઘાટ છે, એક છે ત્યાં શાંતિ છે. આજ ગૂઢ ચિંતનના પરિણામે (નિમિત્તથી) પૂર્વજન્મનું સ્મરણ થયું અને શાંતિને મેળવવા માટે બહારનાં બધાં બંધનો છોડી એકાકી વિચારવાની તીવ્ર જિજ્ઞાસા જાગી. વ્યાધિ શાંત થયો અને તુરત જ એ યોગી સર્પની કાંચળી માફક રાજપાટ અને રમણીઓના ભોગવિલાસને તજી, ત્યાગી થયા અને તપશ્ચર્યાના માર્ગે પ્રયાણ કર્યું. તે અપૂર્વ ત્યાગીની કસોટી ઈદ્ર જેવાએ કરી. તે પ્રશ્નોત્તર અને ત્યાગના મહાભ્યથી આ અધ્યયન સમૃદ્ધ થયું છે.
૧. દેવલોકથી વ્યુત થઈને ઊતરીને) મનુષ્યલોકમાં ઉત્પન્ન થયેલો નમિરાજ (ઉપરના નિમિત્તથી) મોહનીય કર્મના શાંત થવાથી પૂર્વજન્મનોને સંભારે છે.
૨. પૂર્વજન્મને સંભારીને તે ભગવાન નમિરાજા પોતાની મેળ બોધ પામ્યા. હવે પુત્રને રાજ્યારૂઢ કરીને શ્રેષ્ઠ ધર્મ (યોગમાર્ગ)માં અભિનિષ્ક્રમણ કરે છે (પ્રવેશે છે.)