________________
૨૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૭. તેવો જીવ; જ્યાં ઋદ્ધિ, કીર્તિ, કાન્તિ, આયુષ્ય તથા ઉત્તમ સુખ હોય છે ત્યાં સુંદર મનુષ્યોના વાતાવરણમાં જઈ ઉત્પન્ન થાય છે.
હવે તારવણી કરે છે. ૨૮. બાળકનું બાલ– જુઓ કે જે ધર્મને છોડી, અધર્મ અંગીકાર કરીને અર્થાત્ અધર્મી બનીને નરકમાં ઉત્પન્ન થાય છે.
૨૯. હવે સત્યધર્મને અનુસરનારા ધીરપુરુષનું ધીરપણું જુઓ કે જે ધર્મિષ્ઠ થઈ, અધર્મથી દૂર રહીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
૩૦. પંડિતમુનિ આ પ્રમાણે બાલભાવ તથા અબાલભાવની તુલના કરીને બાલભાવને ત્યાગી અબાલભાવને સેવે.
નોંધ : બાલ શબ્દ કેવળ અજ્ઞાનતા કે મૂર્ખતા સૂચક જ નથી. બલ્ક બાલ શબ્દ અનાચારનું પણ સૂચન કરે છે.
એ પ્રમાણે કહું છું. એમ એક સંબંધીનું સાતમું અધ્યયને સમાપ્ત થયું.