________________
એલક
૩૩
૧૯. આ પ્રમાણે વિચારીને તથા બાલ (અજ્ઞાની) અને પંડિતની તુલના કરીને જે પોતાની મૂડીને પણ કાયમ રાખે છે તે મનુષ્યયોનિને પામે છે.
૨૦. આવી ભિન્નભિન્ન પ્રકારની શિક્ષાઓ દ્વારા જે પુરુષો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જો સદાચારી રહે તો તે અવશ્ય સૌમ્ય એવી મનુષ્ય-યોનિને પામે છે. કારણ કે ખરેખર પ્રાણીઓ કર્મનું ફળ અચૂક ભોગવનારા હોય છે.
નોંધ : કર્મવશાત જ જીવોની ઉચ્ચ કે નીચ ગતિ થતી હોય છે. ૨૧. જેઓની વિપુલ શિક્ષા છે. (મહાજ્ઞાની છે તેઓ પોતાની મૂડીને ઓળંગી જઈ (મનુષ્ય ધર્મથી આગળ વધી), શીલવાન અને વિશેષ સદાચારી થઈ અને અદીન (તેજસ્વી) બની દેવપણાને પામે છે.
નોંધ : મનુષ્ય મનુષ્યધર્મ સાચવવો તે તો સામાન્ય કર્તવ્ય છે. ત્યાં સુધી તો પોતાની મૂડી જ જાળવી ગણાય. પરંતુ મનુષ્યધર્મ કરતાં આગળ વધે અર્થાત્ વિશ્વધર્મમાં પ્રવેશે ત્યારે જ વિશેષતા ગણાય.
૨૨. એ પ્રકારે ભિક્ષુ અદીનતા અને અનાસક્તિને જાણીને (વિચારીને) શા માટે આવું ન જીતે (પામે) ! અને જીતીને શાંતિનું સંવેદન (અનુભવ) શા માટે ન કરે ?
નોંધ : ઉપરની સુંદર ગાથાને સાધક થઈ શા માટે ન આરાધે ?
૨૩. દાભડાની ટોચ પર રહેલું જળબિંદુ સમુદ્રની સાથે શી રીતે સરખાવાય ? તે જ રીતે દેવોના ભોગો આગળ મનુષ્યના ભોગોનું પણ સમજી લેવું ઘટે.
૨૪. જો આ દાભડાની ટોચના જળબિંદુ જેવા ચંચળ કામભોગો છે તો ક્ષીણ થતા ટૂંકા આયુષ્ય કાળમાં શા માટે (કયા હેતુને લઈને) કલ્યાણ માર્ગને ન જાણવો ?
૨૫. અહીં કામોથી નિવૃત્ત (કામાસક્ત) થયેલાનો સ્વાર્થ (આત્મોન્નતિ) હણાય છે અને તેવો પુરુષ ન્યાય (મોક્ષ) માર્ગને સાંભળ્યા છતાં ત્યાંથી પતિત થાય છે.
નોંધ ઃ કામ એ બધા રોગોનું અને આપત્તિઓનું મૂળ છે. એથી સાવધ
રહેવું.
૨૬. ‘કામભોગોથી નિવૃત્ત થયેલાની આત્મોન્નતિ હણાતી નથી, બલ્કે અપવિત્ર દેહને ત્યાગી તે દેવ સ્વરૂપ બને છે. એ પ્રમાણે મેં સાંભળ્યું છે.'