________________
૩૨
ઉત્તરાધ્યયન સૂત્ર પ્રાણ ગુમાવ્યો. તે જ રીતે સંસારભોગી થોડી ભૂલથી આત્મિક જીવન વેડફી સંસાર પરિભ્રમણમાં પડે છે.
હવે દેવગતિના ભોગો સાથે મનુષ્યના ભોગોની તુલના કરે છે ?
૧૨. એ પ્રમાણે મનુષ્ય સંબંધીના કામો દેવકામોની પાસે તુચ્છ છે. દેવકામો (મનુષ્યના ભોગો કરતાં) સહસ્રગણા અને આયુષ્યપર્યત દિવ્યસ્વરૂપમાં રહે છે.
૧૩. તે દેવોની સ્થિતિ પણ અમર્યાદિત (અનેક વર્ષોની સંખ્યાથી પણ વધુ) કાળની હોય છે. આ બધું જાણવા છતાં સો (૧૦૦)થી પણ ઓછાં વર્ષની (મનુષ્યની) આયુષ્યસ્થિતિમાં (પણ) દુઝ બુદ્ધિવાળા પુરુષો વિષયમાર્ગમાં ફસાઈ જાય છે.
૧૪. જેમ ત્રણે વાણિયાઓ મૂળ મૂડી) ગ્રહણ કરીને કમાવા અર્થે) નીકળેલા, ત્યાં તેમાંનો એક લાભ મેળવે છે, બીજો પોતાની મૂળ મૂડી જ પાછી લાવે છે
૧૫. અને ત્રીજો મૂડી ગુમાવીને આવે છે. આ તો વ્યવહારિક ઉપમા છે. પરંતુ એ જ પ્રમાણે ધર્મમાં પણ જાણવું.
નોંધ : આ ત્રણે દૃષ્ટાંતો શાસ્ત્રમાં છે. અહીં શ્લોકમાં તે સ્પષ્ટ કરે છે.
૧૬. મનુષ્યત્વ પ્રગટાવે છે તે મૂળ મૂડીને આબાદ રાખે છે, (મનુષ્યનો દેહ મળે તે મૂળ મૂડી જ છે.) દેવગતિ પામે છે તે લાભ મેળવે છે પણ જે જીવો નરક અને તિર્યંચ (પશુયોનિ) ભવ પામે છે તે તો ખરેખર મૂકીને પણ ગુમાવે છે.
નોંધ : જેઓ સત્કર્મથી દેવગતિ પામે છે તે મનુષ્યભવથી કંઈક વધુ મેળવે છે અને દુષ્કર્મ કરે છે તે અધોગતિ પામે છે.
૧૭. બાલકની (મૂઢજીવની આપત્તિ અને વધુ જેના ગર્ભમાં છે તેવી બે પ્રકારની ગતિ (ઉપર કહી ગયા તે) થાય છે. આસક્તિને વશ થયેલો તે શઠ દેવત્વ અને મનુષ્યત્વ બંને હારી જાય છે.
૧૮. તે એક વાર વિષયોથી જિતાયો, (વિષયાસક્ત થયો) કે તેના વડે તેની બે પ્રકારે દુર્ગતિ થાય છે. ત્યાંથી ઘણા લાંબા કાળ સુધી પણ નીકળવું તેને પછી દુર્લભ થઈ પડે છે.
નોંધ : વિકાસ એ દુર્લભ છે પણ પતન તો સુલભ છે. એક વાર પતન થયું કે ઉચ્ચ ભૂમિકાથી ઠેઠ નીચે પડી જવાય છે.