________________
એલક
૩૧
૬. સ્ત્રીઓમાં આસક્ત, ઇંદ્રિયલોલુપી, મહારંભી, મહાપરિગ્રહી, દારૂ અને માંસનો ભક્ષક, પરને પીડા આપનાર, (પાપમાં વધેલો પિરવૃઢ) પાપી. નોંધ : જીભ, કાન, નાક, સ્પર્શ અને ચક્ષુ ઇત્યાદિ ઇંદ્રિયોના વિષયમાં આસક્ત હોય તે ઇંદ્રિયલોલુપી કહેવાય છે. મહારંભી એટલે મહા (સ્વાર્થી) હિંસક, મહા પરિગ્રહી એટલે અત્યંત (તૃષ્ણાળુ) આસક્તિમાન.
૭. બકરાનું માંસ શેકી કકડા કરી ખાનાર (બકરા વગેરે પશુઓને ખાઈ જનાર), મોટી ફાંદવાળો તથા અપથ્ય ખાઈને શરીરમાં લોહીને જમાવનાર એવો અધર્મી જીવ. જેમ બકરો અતિથિની વાટ જુએ છે તેમ તે નરકગતિના આયુષ્યની વાટ જુએ છે. (નરકગતિ પામે છે).
૮. મજાનાં આસન, શય્યાઓ, સવારીઓ (ગાડી, ઘોડા વગેરે) ધન તથા કામ ભોગોને (ક્ષણવાર) ભોગવીને, દુઃખથી મેળવેલું ધન તજીને તથા બહુ કર્મમેલને એકઠો કરીને.
૯. આવી રીતે કર્મોથી ભારે થયેલો જીવાત્મા વર્તમાન કાળમાં જ મશગૂલ રહી, જેમ બકરો અતિથિ આવ્યે તે સ્થિતિમાં શોક કરે છે તેમ મૃત્યુકાળે અત્યંત શોક કરે છે.
નોંધ : પ્રત્યુત્પન્નપરાયણ એટલે, પછી શું થશે ? તે પરિણામ નહિ વિચારનાર જીવ. કાર્યના આરંભમાં જે પરિણામ ન વિચારે તે પાછળથી ખૂબ જ પસ્તાય છે. પરંતુ પાછળનો પસ્તાવો તદ્દન નિરર્થક છે.
૧૦. તેમ જ એવા ઘોર હિંસકો આયુષ્યને અંતે આ દેહને છોડી કર્મથી પરતંત્ર થઈને આસુરી દશાને પામે છે અથવા તો નરકમાં ચાલ્યા જાય છે. નોંધ : જૈનદર્શન અસુરગતિ કિંવા નરકતિ એ જ તિઓ જ આવા અત્યંત હિંસકોને માટે માને છે.
૧૧. જેમ કાણી કોડીને માટે એક મનુષ્ય હજારો સોના મહોરો હારી ગયો અને એક (રોગમુક્ત) રાજા અપથ્ય એવા આમ્રફળને ખાઈને રાજ્ય હારી ગયો, (તેમ માનવભવ હારી જાય છે).
નોંધ : આ બંને શાસ્ત્રોક્ત દૃષ્ટાંતો છે. તાત્પર્ય એ છે કે ઉત્તમ એવા આત્મસુખને કે જેનાં મૂલ્ય ન થઈ શકે તે છોડીને પરસુખ એટલે જડજન્ય કામભોગો જે ઇચ્છે છે તે કાણી કોડી માટે સુવર્ણ ગુમાવે છે. રોગથી મુક્ત કરેલ વૈદે રાજાને પથ્ય પાળવા માટે આંબાનું ફળ ખાવાની મના કરી હતી છતાં ભૂલથી (રસાશક્તિથી) ખાઈને તેણે એક સહજ સ્વાદ માટે પોતાનો