________________
૩૦
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : સાતમું એલક
બકરાનું અધ્યયન
ભોગમાં તૃપ્તિ નથી; જડમાં ક્યાંય સુખ નથી.
ભોગોમાં જેટલી આસક્તિ તેટલું જ આત્માથી દૂર રહેવાય. આત્માથી દૂર રહેવાય તેટલો દુષ્કર્મોનો પુંજ ભેળો થાય અને તેના પરિણામે અધોગતિમાં જવું પડે. માટે મનુષ્યભવને સાર્થક કરવો એ જ આપણું પરમ કર્તવ્ય છે.
૧. જેમ અતિથિ (મહેમાન)ને ઉદ્દેશીને (માટે) કોઈ માણસ પોતાને આંગણે બકરાને પાળી ચોખા અને જવ આપી પોષ્યા કરે.
૨. ત્યાર પછી તે હૃષ્ટપુષ્ટ, મોટા પેટવાળો, જાડો, બહુ મેદવાળો (થઈ ખૂબ ખુશી થાય) અને વિપુલ દેહવાળો બને ત્યારે જાણે અતિથિની વાટ જ ન જોતો હોય ! (તેમ મદમાતો ફરે.)
૩. જ્યાં સુધી એ પરોણો ઘેર આવે નહિ ત્યાં સુધી જ તે બિચારો જીવી શકવાનો છે. પણ જ્યારે અતિથિ ઘેર આવે ત્યારે (ઘરના બધા માણસો અને પરોણાઓ) (તેનું) માથું કાપીને (વધ કરીને) તેને ખાઈ જાય છે. (મૃત્યુવશ થાય છે).
૪. ખરેખર તે બકરો જેમ પરોણાને માટે જ (પુષ્ટ કરાય છે) રખાય છે. તેમ અધર્મી-બાલજીવ પણ (ક્રૂર કર્મો કરી) નરકનું આયુષ્ય બાંધવા માટે જ કામભોગો વડે પાપોથી પોષાય છે.
નોંધ : જેમ બકરો ખાતી વખતે ખૂબ મજા માણે છે તેમ ભોગો ભોગવતી વખતે જીવાત્મા ક્ષણિક સુખ માણી લે છે. પરંતુ અતિથિરૂપ કાળ આવે ત્યારે તેની મહાદુર્ગતિ થાય છે. અને પહેલાનું માનેલું સુખ મહા ભયંકર દુઃખરૂપ નીવડે છે.
નરકને યોગ્ય બાલજીવ કયા દોષોથી ઘેરાયેલો હોય છે તે દોષો બતાવે છે.
૫. બાલજીવ; હિંસક, જૂઠું બોલનાર, માર્ગમાં ચોરી કરનાર (બહારવટિયો) બીજાની વસ્તુને ઝૂંટવી લેનાર, માયાવી, અધર્મનું ખાનાર,
218 del...