________________
ક્ષુલ્લક નિગ્રંથ
૨૭
અધ્યયન : છઠ્ઠ ક્ષુલ્લક નિગ્રંથ અનાચારી ભિક્ષુઓનું અધ્યયન
અજ્ઞાન કે અવિદ્યા એ જ સંસારનું મૂળ છે. તે કેવળ શાસ્ત્ર ભણ્યથી કે વાણી દ્વારા મોક્ષની વાતો કરવાથી નાશ થઈ શકે નહિ. અજ્ઞાનને નિવારવા તો કઠણમાં કઠણ પુરુષાર્થ અને વિવેક કરવો જોઈએ. આ જન્મમાં મળેલાં સાધનો જેવાં કે ધન, પરિવાર આદિનો મોહ પણ સહજ રીતે છૂટી શકતો નથી. તેનાથી આસક્તિ હઠાવવા પણ કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરવી પડે છે તો જન્મોજન્મથી વારસામાં મળેલા અને જીવનના અણુએ અણુના સંસ્કારમાં જડાયેલા અજ્ઞાનને નિવારવા કેટલો પ્રયત્ન કરવો પડે તે સ્પષ્ટ વસ્તુ છે.
માત્ર વેશ પરિવર્તનથી વિકાસ ન થઈ શકે. વેશ પરિવર્તનની સાથે હૃદયનું પરિવર્તન જોઈએ. આથી જ જેનદર્શન જ્ઞાન અને ક્રિયા (વર્તન)નું સાહચર્ય સ્વીકારે છે.
ભગવાન બોલ્યા : ૧. જેટલા અજ્ઞાની પુરુષો છે તે બધા દુઃખને ઉત્પન્ન કરનારા છે. (દુઃખી છે.) તે મૂઢ પુરુષો બહુવાર અનંત એવા સંસારને વિશે નષ્ટ થાય છે. (દુઃખ પામે છે).
નોંધ : અજ્ઞાનથી મનુષ્ય સ્વયં દુઃખી તો થાય જ છે અને પાડોશીને પણ દુ:ખકર નીવડે છે.
૨. માટે જ્ઞાની પુરુષ બહુ જન્મોની જાળના માર્ગને સમજીને (તજીને) પોતાના જ આત્મા વડે સત્યને શોધે. (સત્ય શોધનનું પહેલું સાધન મૈત્રી છે માટે) અને પ્રાણીમાત્ર સાથે મિત્રભાવ સ્થાપે.
૩. સ્ત્રી, પુત્ર, પૌત્રો, માતા, પિતા, ભાઈઓ અને પુત્રવધૂઓ પોતાના કર્મથી પીડાતા એવા તને શરણ આપવા માટે લેશમાત્ર સમર્થ નથી.
૪. સમ્યક દર્શનવાળા પુરુષે પોતાની (શુદ્ધ દૃષ્ટિથી) બુદ્ધિથી આ વાતને