________________
૨.૮
ઉત્તરાધ્યયન સૂત્ર વિચારવી અને પૂર્વ પરિચયની આકાંક્ષા ન રાખવી. આસક્તિ અને સ્નેહને તો છેદી જ નાખવા જોઈએ.
નોંધ : સમ્યકદર્શન એટલે આત્મભાન. આસક્તિ અને રાગ દૂર થતાં જાય તેમ તેમ આત્મદર્શન થાય. અહીં ભોગવેલ ભોગોનું સ્મરણ ન આવવા દેવું અર્થાત્ જાગૃતિ રાખવી એ બતાવેલ છે.
૫. ગાય, ઘોડા ઇત્યાદિ પશુધનને, મણિકુંડલોને, તથા દાસ ચાકરો વગેરે સર્વને તું છોડી દઈને કામરૂપી (ઇચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર) દેવ થઈ શકીશ. (અંતઃકરણથી આ પ્રમાણે વિચારવું.)
૬. તેવી જ રીતે સ્થાવર કે જંગમ કોઈ પ્રકારની મિલ્કત (ધન, ધાન્ય કે અલંકારો કર્મોના પરિણામે પીડાતાને દુ:ખથી મુકાવવા માટે શક્તિમાન નથી તેમ સમજે.
૭. પોતાની માફક જ સર્વ સ્થળે સર્વને જોઈને અર્થાત પોતાની માફક અન્ય જીવોને પણ પોતાના પ્રાણ વહાલા છે તેમ જાણીને ભય અને વૈરથી વિરમેલો આત્મા કોઈપણ પ્રાણીઓના પ્રાણીને ન હણે.
નોંધ : ભય એ ક્રૂરતાથી જ જન્મે છે. જેટલો મનુષ્ય ક્રૂર તેટલો જ અધિક ભયભીત. વેર એ શત્રુતાની લાગણી છે. આ બે ભાવોથી વિરમાય એટલે સર્વ જીવો પ્રત્યે પ્રેમામૃત વહ્યા કરે. પોતાની ઉપમાથી દરેક જીવ સાથે વર્તે તો પ્રાણી માત્ર પર સહજ પ્રેમ હુરે.
૮. કોઈની આજ્ઞા સિવાય કંઈ પણ લેવું તે નરકગતિમાં લઈ જનાર છે એમ માનીને ઘાસનું તરણું પણ આપ્યા વગર લેવું નહિ. ભિક્ષુએ પોતાની ઇંદ્રિયોની નિગ્રહ કરીને પોતાના પાત્રમાં (રાજીખુશીથી) કોઈએ આપેલું ભોજન જ ગ્રહણ કરવું.
નોંધ : અદત્તની વ્યાખ્યા ગૃહસ્થ માટે પણ છે. ફેર માત્ર એટલો કે પુરુષાર્થ કરીને તે હકનું વિવેકપૂર્વક લઈ શકે. નીતિનો ભંગ કરી જે કંઈ દીધેલું લેવું તે પણ અદત્ત જ ગણાય.
૯. અહીં કેટલાક તો એમ જ માને છે કે પાપકર્મ છોડ્યા સિવાય પણ આર્યધર્મને જાણીને જ સર્વદુઃખોથી મુક્ત થવાય છે. (તે વસ્તુ ઉચિત નથી.)
નોંધ : આ શ્લોકમાં જ્ઞાન કરતાં વર્તનની અધિકતા બતાવી છે. વર્તન ન હોય તો વાણી નિરર્થક.
૧૦. બંધ અને મોક્ષની વાતો કરનારા કહેવા છતાં કરતા નથી તે માત્ર વાણીની બહાદુરીથી પોતાના આત્માને આશ્વાસન જ આપે છે.