________________
૨૬
ઉત્તરાધ્યયન સૂત્ર ત્યાં વિરાજમાન દેવો કેવા હોય છે તે બતાવે છે : - ૨૭. ત્યાં રહેનારા દેવો પણ દીર્ધ આયુષ્યવાળા, ખૂબ સમૃદ્ધિવાળા, ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા, ઋદ્ધિવાળા, વળી સૂર્યસમાન કાન્તિવાળા, અને જાણે હમણાં જ ઉત્પન્ન થયા નહોય ! તેવા દેદીપ્યમાન હોય છે.
૨૮. જે સંસારની આસક્તિથી નિવૃત્ત થઈને સંયમ તથા તપશ્ચર્યાનું સેવન કરે છે તે ભિક્ષુઓ હો કે ગૃહસ્થો હો, અવશ્ય તે (ઉપર કહેલાં) સ્થાનોમાં જાય છે.
૨૯. સાચા પૂજનીય, બ્રહ્મચારી (જિતેન્દ્રિય) અને સંયમીઓનું વૃત્તાંત) સાંભળીને શીલવાન અને બહુસૂત્રી (શાસ્ત્રને યથાર્થ જાણનારા) મરણોત્તકાળે ત્રાસ પામતા નથી.
૩૦. પ્રજ્ઞાવાન પુરુષ દયાધર્મ તેમ જ ક્ષમા વડે (બાલપંડિત મરણનો) તોલ કરી તેમાં વિશેષ ધ્યાન આપીને અર્થાત્ તે પ્રકારની ઉત્તમ આત્મસ્થિતિએ પહોંચીને વિશેષ પ્રસન્ન થાય (જીવન સુધી). - ૩૧. અને ત્યારબાદ મૃત્યુ નજીક આવે ત્યારે શ્રદ્ધાળુ સાધક ઉત્તમ એવા ગુરુની પાસે જઈને લોમહર્ષને (દેહ મૂર્છાને) દૂર કરે અને દેહના વિયોગની આકાંક્ષા રાખે.
નોંધ : જેણે જીવનને ધર્મથી વણી નાખ્યું હોય તે જ અંતકાળે મૃત્યુને આનંદથી ભેટી શકે છે.
૩૨. આવો મુનિ કાળ પ્રાપ્ત થયે (મૃત્યુ વખતે) પ્રાપ્ત થયેલા શરીરને દૂર કરીને ત્રણ પ્રકારનાં સકામ-મરણ પૈકી એકથી અવશ્ય મરણ પામે છે.
નોંધ : તે સકામ-મરણ ત્રણ પ્રકારનાં હોય છે. (૧) ભક્તપ્રત્યાખ્યાન મરણ (મૃત્યુ વખતે આહાર, પાણી સ્વાદ્ય છે કે ખાદ્ય કોઈપણ પ્રકારની વસ્તુ ન લેવી તે) (૨) ઈગિત મરણ (આમાં ચાર પ્રકારના આહારના પચ્ચખ્ખાણ ઉપરાંત જગ્યાની પણ મર્યાદા બાંધવાની હોય છે). (૩) પાદોપગમન મરણ (કંપિલી વૃક્ષની શાખાની માફક એક જ શ્વાસે શ્વાસોચ્છુવાસ નીકળી જાય ત્યાં સુધી પડી રહેવું તે). એવી રીતે ત્રણ પ્રકારનાં સકામ (પંડિત) મરણ હોય છે.
એ પ્રમાણે કહું છું. આમ અ કામ મરણ સંબંધી પાંચમું અધ્યયન સમાપ્ત થયું.