________________
અકામ મરણીય
૨૫ હોતો નથી. જે કોઈ જે સ્થિતિમાં રહી દુરાચાર સેવે તેને નરક, અને સદાચાર સેવે તેને સ્વર્ગ મળી શકે છે.
ગૃહસ્થી સુવતી (સદાચારી) કેવી રીતે હોય તે બતાવે છે : ૨૩. ગૃહસ્થ પણ સામાયિકાદિ અંગોને શ્રદ્ધાપૂર્વક, (અર્થાત મન, વચન, કાયાથી) સ્પર્શ કરે અને માસની બંને પાખી (પાક્ષિક)ઓમાં એક પાખી પણ પૌષધ વિના ખાલી જવા ન દે.
નોંધ : સામાયિક એ જૈનદર્શનની આત્મચિંતનની ક્રિયા છે. યોગસાધનની ક્રિયા ગૃહસ્થોને પ્રાયઃ હંમેશાં કરવાની હોય છે. અને તે ક્રિયા શુદ્ધ રીતે કરતાં આત્મસાક્ષાત્કાર થઈ મોક્ષ મેળવી શકાય છે. સામાયિક માત્ર એક જ કલાકની ક્રિયા છે અને પૌષધ ક્રિયા એ આખી અહોરાત્રિ (રાત્રિ દિવસ) આત્મચિંતન કરવાની ક્રિયા છે. પૌષધને દિવસે ઉપવાસ કરી સૌમ્ય આસને બેસી આત્મચિંતન કર્યા કરવાનું કહ્યું છે.
૨૪. આ પ્રમાણે સમજણપૂર્વક ગૃહસ્થાવાસમાં પણ સારા વ્રતથી (સદાચારી) રહી શકનારો જીવ આ ઔદારિક શરીર (મલિન શરીર)ને છોડી દેવલોકમાં જઈ શકે છે.
નોંધ : પશુ અને માનવોના દેહને જૈનશાસ્ત્ર ઔદારિક શરીર કહે છે. ઔદારિક એટલે હાડ, માંસ, ચામ, રુધિર ઇત્યાદિ બિભત્સ વસ્તુઓનો પુંજ.
૨૫. વળી જે સંવર કરનારો (સંસારથી નિવૃત્ત થયેલો) ભિક્ષુ હોય છે તે સર્વ દુઃખ નષ્ટ કરીને મુક્ત અથવા મહાન ઋદ્ધિવાળો દેવ (આ બે પૈકી એક) થાય છે.
નોંધ: અહીં એક શંકા થાય કે મુનિને મુક્તિ ને ગૃહસ્થને શા માટે નહિ? પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે ગૃહસ્થજીવનમાં ત્યાગ એ અપવાદ છે. જે ગૃહસ્થાશ્રમમાં દુઃસાધ્ય છે તે જ ત્યાગ સાચી સાધુતામાં સુસાધ્ય અને વિશેષતર છે. આથી ગૃહસ્થ કરતાં ત્યાગી શીઘતર અને સહેલાઈથી મુક્તિ મેળવી શકે ! વાસ્તવિક રીતે તો જૈનદર્શન માને છે કે ત્યાગ એ જ મુક્તિનું અનુપમ સાધન છે. પછી એ ગૃહસ્થાવાસમાં હો કે સાધુ જીવનમાં હો !
દેવનાં નિવાસસ્થાનો કેવાં હોય છે તે વર્ણવે છે : ૨૬. અત્યંત ઉત્તમ, વિશેષ કરીને મોહ પમાડનારાં (આકર્ષક) અનુક્રમે અધિકાધિક દિવ્યકાન્તિવાળાં અને યશસ્વી સ્થાનો કે જે બધાં ઉચ્ચ પ્રકારના દેવોથી વિભૂષિત છે.