________________
૨૩
અકામ મરણીય થવાનું તે તો કાળે કરીને થવાનું છે. (માટે તેની ચિંતા શી ? વળી કોણ જાણે છે કે પરલોક (પુનર્ભવ) છે કે નહી ?'
૭. “બીજાનું થશે તે મારું થશે? આ પ્રમાણે એ મૂર્ખ બબડે છે અને તેવી રીતે કામભોગની આસક્તિથી આખરે કષ્ટને પામે છે.
ભોગની આસક્તિ શું કરે છે તે સમજાવે છે : ૮. તેથી ત્રસ અને સ્થાવર જીવો પર દંડ આરંભે છે અને પોતાને માટે કેવળ અનર્થથી (હેતુપૂર્વક કે અહેતુએ) પ્રાણીસંઘને હણી નાખે છે.
નોંધ : ત્રસ એટલે જે જીવો હાલતા ચાલતા દેખાય છે. સ્થાવર એટલે પ્રથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો કે જે આંખોથી સ્પષ્ટ રીતે ન દેખાય છે. જો કે હમણાં વૈજ્ઞાનિક શોધ જગજાહેર થઈ છે અને પાણી, વનસ્પતિ વગેરેમાં જીવો મનાય છે.
૯. ક્રમશઃ હિંસક, જૂઠો, માયાવી, ચાડીઓ, શઠ અને મૂર્ખ એવો તે દારૂ અને માંસને ભોગવતો છતાં આ સારું છે એમ માને છે.
૧૦. કયાથી અને વચનથી મદોન્મત્ત થયેલો અને ધન તથા સ્ત્રીઓમાં આસક્ત થયેલો, તે અળસિયું માટીને જેમ બે પ્રકારે ભેગી કરે છે તેમ બે પ્રકારે કર્મરૂપ મળને એકઠો કરે છે.
નોંધ : બે પ્રકારે એટલે શરીર અને આત્મા બંનેથી અશુદ્ધ થાય છે. શરીરનું પતન થયા પછી તેને સુધારવાનો માર્ગ બહુ બહુ કઠિનાઈથી મળે છે પણ આત્મપતનના ઉદ્ધારનો માર્ગ તો મળવો અશક્ય છે.
૧૧. ત્યાર બાદ પરિણામે રોગ (પીડા)થી ખરડાયેલો અને તેથી ખેદ પામેલો તે ખૂબ તપ્યા કરે છે. અને પોતાનાં કરેલાં દુષ્કર્મોને સંભારી સંભારીને હવે પરલોકથી પણ અધિક બીવા માંડે છે.
૧૨. “દુરાચારીઓની જે ગતિ છે તે નરકનાં સ્થાનો મેં સાંભળ્યાં છે કે જયાં ક્રૂર (ભયંકર) કર્મ કરનારાને અસહ્ય વેદના થાય છે.
નોંધ : સાત પ્રકારનાં નરકોનું જૈનશાસ્ત્રમાં વિધાન છે. ત્યાં કરેલાં દુષ્ટ કર્મોના ફળરૂપે ઉત્તરોત્તર અકલ્પનીય વેદનાઓ પ્રત્યેક પ્રાણીઓને ભોગવવી પડે છે.
૧૩. “પપાતિક (સ્વયે કર્મવશાત્ ઉત્પતિ થાય છે તે) (નરક) સ્થાન કે જે મેં આગળ સાંભળ્યું છે ત્યાં જઈને જીવ કરેલાં કર્મોથી પછી ખૂબ જ પરિતાપ પામે છે.'