________________
૨૧
અસંસ્કૃત
નોંધ : જો આપણે પહેલાં નથી કર્યું તો હવે શું કરી શકીશું ? આમ માનીને પણ પુરુષાર્થ છોડી દેવો નહિ. કોઈ પણ કાળે અને કોઈ પણ સ્થિતિમાં પુરુષાર્થ કરતા જ રહેવું. અહીં પરંપરા પ્રમાણે એવો પણ અર્થ થાય છે કે શાશ્વતવાદી એટલે ચોક્કસ કહી શકનારા એવા જ્ઞાનીજનો (ત્રિકાળદર્શી હોવાથી) આ જ પ્રમાણે અત્યારે થશે, પછી નહિ થાય કે અત્યારે જ તે જીવ મેળવી શકશે પછી નહિ વગેરે વગેરે ચોક્કસ જાણે છે તેઓ તો પછી પણ પુરુષાર્થ કરી શકે. પરંતુ આ ઉપમા તો તેવા મહાપુરુષોને લાગુ પડે બીજે નહિ. જો તેવી રીતે બીજો સાધારણ જીવાત્મા તેમ કરે તો તેને આયુષ્યના અંત વખતે ખેદ કરવો પડે છે.
૧૦. આવો વિવેક (ત્યાગ) કરવા માટે શીધ્ર શક્તિમાન (કોઈ નથી માટે કામો (ભાગો)ને છોડી દઈ મહર્ષિ, સંસાર સ્વરૂપને સમભાવ (સમદષ્ટિ)થી સમજીને, આત્મરક્ષક બની અપ્રમત્તપણે વિચરે.
નોંધ : કામોને ભોગવવા અને જાગૃતિ કે નિરાસક્તિ રાખવી એ કામ સહેલું નથી માટે પ્રથમ ભોગોને છોડી દેવા એ જ ઉત્તમ છે.
૧૧, વારંવાર મોહ ગુણોને જીતતા અને સંયમમાં વિચરતા ત્યાગીને વિષયો અનેક સ્વરૂપે સ્પર્શ કરે છે. પરંતુ તેઓને વિશે ભિક્ષુ પોતાનું મન દુષ્ટ ન બનાવે.
૧૨. (લલચાવે તેવા) મંદ મંદ સ્પર્શે બહુ લોભાવનારા હોય છે. પરંતુ તેઓને વિશે મન ન જવા દેવું, ક્રોધને દબાવવો, અભિમાનને દૂર કરવું, માયા (કપટ)ને ન સેવવી તથા લોભને છોડી દેવો.
૧૩. જેઓ વાણીથી જ સંસ્કારી ગણાતા તુચ્છ અને પરપ્રવાદ કરનારા છતાં રાગદ્વેષથી જકડાયેલા છે તેઓ પરતંત્ર અને અધર્મી છે એમ જાણી તેમનાથી અલગ રહી શરીરના અંત સુધી સગુણોની જ આકાંક્ષા સેવવી.
એમ કહું છું. એ પ્રમાણે અસંસ્કૃત નામનું ચોથું અધ્યયન પૂર્ણ થયું.