________________
૨૦
ઉત્તરાધ્યયન સૂત્ર પ. ધનથી પણ પ્રમાદી જીવાત્મા આ લોકમાં કે પરલોકમાં શરણ મેળવી શકતો નથી. જેમ (અંધારી રજનિમાં) દીવો બુઝાઈ ગયા પછી અનંત વ્યામોહ થાય છે તેમ આવો પુરુષ ન્યાય માર્ગને જોવા છતાં જાણે ન જોયો હોય તેમ વ્યામોહ પામે છે.
નોંધ : કેટલાક માને છે કે ધનથી યમદૂતને સમજાવી દઈશું' તેથી જીવ જતી વખતે ધનાદિ પણ શરણરૂપ થતું નથી તે બતાવ્યું છે.
૬. સૂતેલાઓમાં જાગૃત રહેનાર (આસક્ત પુરુષોમાં નિરાસક્ત રહેનાર), બુદ્ધિમાન અને વિવેકી સાધક વિશ્વાસ ન કરે. કારણ કે ક્ષણો ભયંકર છે અને શરીર (તની પાસે) અબળ છે માટે ભારડ પક્ષીની માફક અપ્રમત્ત થઈને વિચરે).
નોંધ : કાળદ્રવ્ય અખંડ છે ત્યારે શરીર તો વિનાશી છે. એ અપેક્ષાએ ભયંકર બતાવી ક્ષણ માત્ર પણ ગફલત ન કરવાનું કહ્યું છે. ભારંડ પક્ષીને મુખ બે છતાં શરીર એક હોય છે. તેથી તે ચાલતાં, બેસતાં, ઉઠતાં મનમાં ખ્યાલ રાખતું હોય છે. તે પ્રમાણે સાધકે પણ સાવધ રહેવું.
૭. થોડી પણ આસક્તિ એ જાળ છે તેમ માની પગલે પગલે સાવધ થઈ વિચરવું. લાભ મળે ત્યાં સુધી સંયમ જીવિત લંબાવી પછી અંતઃકાળ જાણીને મલિન શરીરનો અંત લાવવો.
નોંધ : સાવધ સાધકને પોતાનું આયુષ્ય ક્યારે પૂર્ણ થશે તે ખ્યાલ થઈ જાય ત્યારે જ તેનો સમજપૂર્વક ત્યાગ કરે અન્યથા દેહ પર આસક્તિ ભલે ન હોય પરંતુ તેને સાધન માની રક્ષણ કરવાની ફરજ ન ચૂકે.
૮. જેમ શિક્ષિત અને કવચ (બખતર) ધારી ઘોડો વિજય મેળવે છે તેમ સાધકમુનિ સ્વછંદને રોકવાથી મુક્તિ પામે છે. વળી પૂર્વ (મોટી સંખ્યાવાળું કાળ પ્રમાણ) વર્ષો સુધી અપ્રમત્ત થઈ વિચરે તે મુનિ તેવી જ રીતે શીધ્ર મુક્તિને પામે છે.
નોંધ : સ્વચ્છેદ અને પ્રમાદ બે જ પતનનાં કારણો છે. મુમુક્ષુએ તેને પ્રથમથી જ દૂર કરવા અને અર્પણતા તથા સાવધતા પ્રાપ્ત કરવી.
૯, શાશ્વત નિયતિવાદી મતવાળાઓની એ ઉપમા માન્યતા છે કે જે પહેલાં ન પામે તે પછી પણ ન પામી શકે. (અહીં વિવેક કરવો ઘટે છે, નહિ તો તે મનુષ્યને) શરીરનો વિરહ થતી વખતે કાળથી ઝડપાતી વખતે કે આયુષ્ય શિથિલ પડે ત્યારે તેઓની પણ તે માન્યતા બદલાઈ જાય છે. અને (ખેદ કરવો પડે છે.)