________________
૧૮
ઉત્તરાધ્યયન સૂર નોંધ : આ નવ અંગો તથા ઉપરનું એક મળી દશ અંગો થયાં.
૧૯, અનુપમ એવા મનુષ્યયોગ્ય ભોગોને આયુષ્યના અંત પર્યત ભોગવતાં છતાં પ્રથમના વિશુદ્ધ સત્યધર્મને અનુસરીને તે દ્વારા શુદ્ધ સમ્યકત્વ પામીને
નોંધ : સમ્યકત્વ એ જૈનદર્શનની મુક્તિનું પ્રથમ પગથિયું છે.
૨૦. તથા જે પુરુષ ચાર અંગો (વર્ણવ્યા તે)ને દુર્લભ જાણી સંયમને સ્વીકારીને, કર્માશો (કર્મ દલો)ને તપ વડે દૂર કરે છે તે નિશ્ચલ સિદ્ધ થાય છે. (સ્થિર મુક્તિ પામે છે.)
નોંધ : જૈનદર્શનમાં પુણ્ય અને નિર્જરા એવાં આત્મવિકાસનાં બે અંગો છે. પુણ્યથી સાધનો પ્રાપ્ત થાય છે અને સત્ય ધર્મને સમજી તે સાધનો દ્વારા પતિત ન થતાં આત્મવિકાસને માર્ગે જવાય છે તેને નિર્જરા કહેવાય છે. સાચા ધર્મીને નટની ઉપમા આપી શકાય છે. તે નાચવા છતાં તેની દૃષ્ટિ તો દોર પર જ હોય તેમ સદધર્મની દૃષ્ટિ તો સાધનોનો ઉપયોગ કરતાં કરતાં પણ મોક્ષ તરફ જ હોય.
એ પ્રમાણે કહું છું. આમ ચાર અંગ સંબંધીનું ત્રીજું અધ્યયન સમાપ્ત થયું.