________________
ચતુરંગીય
નોંધ : આ સ્થળે અનિવાર્ય કર્મનું બંધન બતાવ્યું છે. અન્યથા વસ્તુની રચિ થયા પછી તેને આચરવા સિવાય રહી શકાય જ નહિ.
૧૧. જે મનુષ્યત્વને પામેલો જીવ, ધર્મને સાંભળીને શ્રદ્ધાળુ બને છે તે પર્વ કર્મને રોકીને તથા શક્તિ મેળવી સંયમી થઈને તપસ્વી બની કર્મને ખંખેરી નાખે છે.
૧૨. સરળ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધ મનુષ્યના અંતઃકરણમાં જ ધર્મ ટકી શકે છે. તેમ જ ક્રમશ: તેવો જીવ ઘીથી સિંચાયેલા અગ્નિની માફક શુદ્ધ થઈ શ્રેષ્ઠ મુક્તિને પામે છે.
૧૩. કર્મના હેતુને જાણ (શોધી કાઢ). ક્ષમાથી કીર્તિ મેળવ. આમ કરવાથી પાર્થિવ (ધૂળ) શરીરને છોડીને તું ઊંચી દિશામાં જઈશ.
નોંધઃ પોતાના અંતરાત્માને ઉદ્દેશીને આ કથન કહેલું છે. અથવા શિષ્યને ઉદ્દેશી ગુરુએ કહેલું છે.
૧૪. અતિ ઉત્કૃષ્ટ એવા આચારો (સંયમોના પાલનથી ઉત્તમોત્તમ યક્ષો (દેવો) બને છે. તે દેવો અત્યંત શુક્લ (ત) કાંતિવાળા હોય છે. અને ફરીને ત્યાંથી જાણે પતન ન જ થવાનું હોય તેમ તેઓ માનતા હોય છે.
નોંધ : દેવગતિમાં એકાંત સુખ છે અને બાલવય, યુવાની તથા વૃદ્ધ અવસ્થા જેવું હોતું જ નથી. તે મરણાંત સુધી સમાન સ્થિતિમાં રહે છે. આ દૃષ્ટિએ શાસ્ત્રકારોનું કથન છે.
૧૫. દેવોનાં સુખોને પામેલા અને ઈચ્છા મુજબ રૂપ કરનારા તે દેવો ઊંચા કલ્પાદિ દેવલોકમાં સેંકડો પૂર્વ (મોટું કાળ પ્રમાણ) સુધી રહે છે.
નોંધ : કલ્પાદિ દેવલોકની ઉચ્ચ ભૂમિકાઓ છે. અને પૂર્વ એ મોટું કાળ પ્રમાણ છે.
૧૬. તે સ્થાને (દેવલોકમાં) યથાયોગ્ય સ્થિતિ કરીને આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચુત થઈને તે દેવો મનુષ્યયોનિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં તેમને દિશ અંગે (ઉત્તમોત્તમ સામગ્રી) મળે છે.
૧૭. ક્ષેત્ર (ગ્રામાદિ), વાસ્તુ (ઘર), સુવર્ણ (ઉત્તમ ધાતુઓ), પશુઓ, દાસો તથા નોકરો આ ચાર, કામ ધંધો જ્યાં હોય ત્યાં તે ઉત્પન્ન થાય છે.
નોંધ : આ ચારે વિભાગો મળી એક અંગ બને છે.
૧૮. તેમ જ મિત્રવાન, જ્ઞાતિમાન, ઉચ્ચગોત્રવાળા, કાન્તિમાન, અલ્પરોગી, મહાબુદ્ધિવાળો, કુલીન, યશસ્વી તથા બલિષ્ઠ થાય છે.