________________
૧૪
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : આમાંના ઘણા પરિષદો ઉચ્ચ યોગીને, કેટલાક મુનિને તથા કેટલાક સાધકને લાગુ પડે છે. છતાં આમાંથી આપણા જીવનમાં પણ ઘણું ઉતારી શકીએ છીએ. અણગારિ માર્ગ અને અગરિમાર્ગ બંને જુદા હોવા છતાં તેનો સંબંધ બહુ ગાઢ છે. બંને એક જ ધ્યેયે જનારા છે. શ્રમણવર્ગનાં ઘણાં વિધાનો ગૃહસ્થને લાગુ પડે છે.
પરિષહ એ સાધકનું અમૃત છે. મુશ્કેલીની શાળા સાધકને આગળ અને આગળ ધપાવે છે.
એમ કહું છું. આમ પરિષહ નામનું બીજું અધ્યયને પૂર્ણ થયું.