________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧. ‘આજે હું ભિક્ષા ન પામ્યો. પરંતુ કાલે ભિક્ષાનો લાભ થશે ! તેમાં શું ?' જો એમ ચિંતવે તો ભિક્ષાની અપ્રાપ્તિ તેને ખટકે નહિ. નોંધ : ઉચ્ચ ભાવના કે વિચાર સાધકના સંકટનો પરમ સાથી છે. ૩૨. (કવચિત્) વેદનાના દુઃખથી પીડાયેલો ભિક્ષુ ઉત્પન્ન થયેલા દુઃખને જાણીને પણ મનમાં જરાય દીનતા ન લાવતાં બુદ્ધિને સ્થિર રાખે અને રોગથી ઘેરાવા છતાં તે દુઃખને સહન કરે.
૩૩. ભિક્ષુ ઔષધને (રોગ પ્રતિકારને) ન ઇચ્છે, પરંતુ આત્મશોધક થઈ શાંત રહે. પ્રતિઉપાય ન કરે કે ન કરાવે તેમાં જ ખરેખર તેનું સાધુત્વ છે. નોંધ : દેહાધ્યાસને છોડી દેનાર ઉચ્ચ યોગીની ભૂમિકાની આ વાત છે. અહીં આજુબાજુના સંયોગબળનો વિવેક કરવો ઘટે.
૧૨
૩૪. વસ્ત્ર વિના રહેનારા તથા રૂક્ષ શરીરવાળા તપસ્વી સાધુને તૃણ (દર્ભાદિક) ઉપર સૂતાં શ૨ી૨ને પીડા થાય
૩૫. કે અતિ તાપ પડવાથી અતુલ વેદના થાય એમ જાણીને પણ એ ઘાસ વડે પીડા પામેલા સાધુઓ વજ્ર ન સેવે.
નોંધ : ઉચ્ચ ભૂમિકાના જે ભિક્ષુઓ અંગ પર વસ્ત્રો નથી રાખતા તેવાને ઘાસની શય્યા અંગ પર ખૂંચે છતાં તેઓ તે કષ્ટ સહન કરે, પણ વસ્ત્ર ન વાપરે.
૩૬. ગ્રીષ્મ કે બીજી કોઈ ઋતુમાં ધામ વડે રજથી કે મેલથી મલિન શરીરવાળો બુદ્ધિમાન ભિક્ષુ સુખ માટે ઝંખના ન કરે (આ મેલ કેમ ટળે ! તેવું ન ઇચ્છે)
૩૭. પોતાના કર્મક્ષયને ઇચ્છનાર ભિક્ષુ પોતાના ઉચિત ધર્મને સરજીને જ્યાં સુધી શરીરનો નાશ ન થાય ત્યાં સુધી શરીર વડે મેલને ધારણ કરે. નોંધ ઃ ઉપરના શ્લોકો દેહાધ્યાસ વિનાના ઉચ્ચ ભૂમિકાવાળા મુનિઓ માટે છે, છતાં સામાન્ય રીતે પણ શરીર સત્કાર એ ભિક્ષુધર્મનું દૂષણ છે. માટે તે દૂષણને તજી દેવું અને વિવેકપૂર્વક સાધના તરીકે શરીરનો ઉપયોગ કરવો.
:
૩૮. રાજાદિક કે શ્રીમંત અમારું અભિવાદન (વંદન) કરે, સામા આવી સન્માન કરે કે ભોજનાદિનું નિયંત્રણ કરે. આવી ઇચ્છાઓ જે કુત્સિત (હલકા) ભિક્ષુઓ રાખે છે તેવી સ્પૃહા આદર્શ મુનિ ન રાખે.
નોંધ : સન્માન પોતે ન ઇચ્છે કે ઇચ્છતા હોય તેઓ ઠીક કરે છે એમ પણ ન માને.